અમદાવાદ: શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા સલમાન એવન્યુ નામની બિલ્ડિંગમાં 2 માળ ગેરકાયદેસર હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગે સવારમાં 2 માળ તોડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે આ મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી મુદતની માંગ કરવામાં આવી હતી અને ગુજરાત હાઇકોર્ટે સલમાન એવન્યુ પર ડિમોલિશન કામગીરી પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.
હાઇકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો: AMCની મુખ્ય ઓફિસની સામે જ 6 માળના ગેરકાયદે બાંધકામમાં 2 માળ પર મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન બાંધકામ તોડવાની કામગીરીને રોકવા માટે બિલ્ડર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી કરવાની માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે આવેલ સલમાન એવન્યુના પાંચમા અને છઠ્ઠા માળનો કબજો મેળવી તેને સીલ કરવા તેમજ કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન કરવા દેવા જણાવ્યું હતું. હાઇકોર્ટે આગામી નિર્ણય સુધી કોઈપણ કાર્યવાહી ન કરવા માટે કહીને હાલ બાંધકામને તોડવા ઉપર સ્ટે ઓર્ડર આપ્યો છે.
AMCને 2 માળનો કબજો લેવાનો આદેશ: આ મુદ્દે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજજરે જણાવી હતું કે, સલમાન એવન્યુ બિલ્ડીંગમાં 2 માળ ગેરકાયદેસર હોવાને લઈને મધ્યસ્થ એસ્ટેટ વિભાગ દ્વારા વહેલી સવારથી જ બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે માટેની અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, મ્યુનિસિપલ કોર્પોરેશન આ ગેરકાયદે 2 માળને સીલ કરી તેનો કબજો મેળવી લઈ લે અને બિલ્ડીંગની હાલ જે સ્થિતિ છે તે સ્થિતિ યથાવત રાખવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: