અમદાવાદ: મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ શહેરને સ્વચ્છતા માટે સારો ક્રમાંક મળી રહે તે માટે કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામે સ્વચ્છતામાં જ્યાં ત્રુટીઓ દેખાય છે તે બાબત ઉજાગર કરવા માટે કોર્પોરેશન દ્વારા સર્વેક્ષણ કરવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
સ્વચ્છતા સર્વેક્ષણ માટે કોન્ટ્રાક્ટ અપાયો: આ મુદ્દે વાત કરતા અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, "અમદાવાદ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં અગ્રેસર રહે, આગળ વધે અને પ્રથમ નંબરે રહે તે માટેના મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ શહેર સ્વચ્છતાના ક્રમાંકે અગ્રેસર રહે તે માટે જે અપીલ કરી હતી. તેના અનુસંધાને મહાનગરની અંદર સ્વચ્છ સર્વેક્ષણ માટે એક કંપનીને કામ સોંપવામાં આવ્યું છે."
બ્રેઈન અબોવ ઈન્ફોસોલ પ્રા. લિને અપાયો કોન્ટ્રાક્ટ: સ્વચ્છ સર્વેક્ષણ 2024 માં અમદાવાદ શહેરને સારો ક્રમાંક મળે તે બાબતે સર્વેક્ષણ કરવા માટે કોર્પોરેશન દ્વારા બ્રેઈન અબોવ ઈન્ફોસોલ પ્રા. લિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપનીને શહેરના 1600 થી વધુ લોકેશન પર પેરમીટર્સની પૂર્તતા કરવા માટે 25,80,000 રૂપિયા ચૂકવવામાં આવશે. જેની આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કંપની સ્વચ્છતા સર્વેક્ષણ અને અવેરનેસના કામ કરશે: મહાનગરની જુદી જુદી સોસાયટીઓ, પબ્લિક પ્લેસ, મોલ, મલ્ટિપ્લેક્સ, કમ્યુનિટી હોલ તમામ બાબતોનો આ કંપની સર્વેક્ષણ કરશે અને જાગૃતતા માટેના પણ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કંપની દ્વારા ત્રણ મહિનાના 24 લાખના ખર્ચે આ સર્વેક્ષણ કરવામાં આવશે. સાથે સ્વચ્છતાના ધોરણે જ્યાં આગળ વધવામાં ત્રુટી છે તે શોધવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે.
ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કંપનીને કોન્ટ્રાકટ આપવા માટે તમામ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, ત્યારબાદ જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ કંપનીને એપ્રુવલ આપવામાં આવેલ છે.
આ પણ વાંચો: