ETV Bharat / state

AMC દ્વારા પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી શરૂ. 110 સ્થળ પર કામગીરી થઇ પૂર્ણ - AMC Pre Monsoon Operations

પ્રિ-મોન્સૂન કામગીરી માટે BPMC એક્ટ અમલમાં છે. આ એક્ટ હેઠળ 15 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે. જો કે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે. આદર્શ રીતે પાલિકાઓએ 1 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કરી દેવી પડે છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સુનના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.AMC Pre Monsoon Operations

AMC દ્વારા 110 સ્થળ પર કામગીરી થઇ પૂર્ણ
AMC દ્વારા 110 સ્થળ પર કામગીરી થઇ પૂર્ણ (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 4:05 PM IST

AMC દ્વારા 110 સ્થળ પર કામગીરી પૂર્ણ થઇ (etv bharat gujarat)

અમદાવાદ: ગુજરાતના અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદથી પણ કપરી સ્થિતિ સર્જાતી હોય છે. જેને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓનો શહેરીજનો સામનો કરતા હોય છે. જેને પગલે મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજનો કરવામાં આવતા હોય છે. ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાના પંદર દિવસ પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થતી હોય છે.

પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ: પ્રિ-મોન્સૂન કામગીરી માટે BPMC એક્ટ અમલમાં છે. આ એક્ટ હેઠળ 15 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે. જો કે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે. આદર્શ રીતે પાલિકાઓએ 1 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કરી દેવી પડે છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સુનના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

36 જગ્યાઓ પર કામગીરી ચાલુ: AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, AMC દ્વારા કર્મચારીઓને વિવિધ કામગીરીઓને લઈને દરેક ઝોનમાં મોન્સુન કન્ટ્રોલરૂમ અને સ્ટેન્ડબાય ટીમો રાખવાની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. મહાનગરની અંદર જે વોટર લોગિંગ થાય છે. તેવી 146 સ્થળોની ઓળખ કરવામાં આવી છે. તેની અંદર લગભગ 110 સ્થળ પર કામગીરી પૂર્ણ થઈ છે, 36 જગ્યાઓ પર હાલ કામગીરી ચાલુ છે.

કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ: વોટર લોગિંગ ન થાય તે માટે કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. બીજો રાઉન્ડ ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે. જ્યાં જ્યાં વોટર લોગિંગ થયું હતું ત્યાં નાની સ્ટ્રોમ વોટર લાઈન નખવામાં આવી છે, જેનું કાં તો લેક સાથે જોડાણ કરવામાં આવ્યું છે અથવા તો તેનું ડ્રેનેજ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. પરિણામે આવનારા ચોમાસાની અંદર મહાનગરમાં રોડ પર પાણી ન ભરાય તે માટે કોર્પોરેશન દ્વારા હાલ અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે ઝોનનું જે કેપિટલ બજેટ ફાળવવામાં આવે છે. તે બજેટમાંથી નાની સ્ટ્રોંમ વોટર લાઈન અને સફાઈ કરવામાં આવતી હોય છે. ઉપરાંત જ્યાં જ્યાં ડ્રેનેજ હોય ત્યાં ત્યાં સમારકામ પણ કરવામાં આવતું હોય છે.

મહાનગરપાલિકા દ્વારા કરવાની થતી પ્રિ- મોન્સુન કામગીરી

  1. ચોમાસા પહેલા નવા રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવી.
  2. ખોદકામ કરેલ રસ્તાઓનું કામ પૂરુ કરવું.
  3. કેનાલની સાફ-સફાઈ કરવી.
  4. વાવાઝોડાથી પડી શકે તેવા ઝાડ કાપવાની કામગીરી.
  5. ડ્રેનેજ લાઈનની સફાઈ કામગીરી.
  6. વરસાદથી પડી શકે તેવા જોખમી મકાનને દૂર કરવા.

પ્રિ-મોન્સુન એકશન પ્લાન કાગળ પર: આ મામલે AMC ના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં પાણી નહી ભરાય તેવી વાતો માત્ર જુમલા સમાન છે. ૧૪૬ વોટર લોગિંગ સ્પોટ પૈકી એક પણ સ્પોટ ઉપર પાણી ભરાયેલા હોવાનું માલુમ પડશે તો કોંગ્રેસ પક્ષ મેયરનું રાજીનામું માંગશે. આ વર્ષે ચોમાસા દરમ્યાન વ્હાઈટ ટોંપિંગ રોડ પાણી ભરાવવા બાબતનું મુખ્ય કારણ બની રહે તેવી પુરેપુરી સંભાવના છે. અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન પ્રજાને પડતી મુશ્કેલીઓ તેમજ તેમની ફરિયાદોના નિકાલ માટે પ્રી-મોન્સુન એકશન પ્લાન દર વર્ષે તૈયાર કરવામાં આવે છે છતાં કોઇ અસરકારક પરિણામ આવતું નથી. આવી પરિસ્થિતિને કારણે પ્રિ-મોન્સુન એકશન પ્લાન કાગળ પર જ રહેવા પામે છે અથવા નિષ્ફળ જાય છે. આવી જ પરિસ્થિતિનું દર વર્ષે પુનરાવર્તન થાય છે.

વર્લ્ડ બેંક પાસે લીધી લોન: શહેઝાદ ખાને જણાવ્યું કે, ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે 3000 કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લીધેલ અને તે સમયે ખોટા બણગાં ફૂંકીને પોકળ દાવા કરેલ કે, આ કામો થવાથી હવે અમદાવાદ શહેરમાં વોટર લોગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવા ખોટા બણગાં ફૂંકેલ હતાં તેમજ આ વર્ષે ચોમાસા દરમ્યાન વ્હાઇટ ટૉપિંગ રોડ પાણી ભરાવવા બાબતનું મુખ્ય કારણ બની રહે તેની નવાઈ નહી.

  1. વડાપ્રધાન મોદી નામાંકન લાઈવ : કાલ ભૈરવના આશીર્વાદ લઈ પીએમ મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું - PM Narendra Modi Nomination
  2. નોકરી મળતી નથી અને ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, સરકારની આ યોજનાનો લાભ લો - Pradhan Mantri Rozgar Yojana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.