ETV Bharat / state

AMC Green bond : એએમસી ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ, સીએમે કરી બેલ રીંગીંગ સેરેમની

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસઇ બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. ગ્રીન બોન્ડ કેટલા ટકા ભરાયો તે જૂઓ.

AMC Green bond : એએમસી ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ, સીએમે કરી બેલ રીંગીંગ સેરેમની
AMC Green bond : એએમસી ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ, સીએમે કરી બેલ રીંગીંગ સેરેમની
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 2:52 PM IST

અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. મુખ્યપ્રધાને બેલ રીંગીંગ સેરેમનીથી ગ્રીન બોન્‍ડનું બીએસઇમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. કાર્યક્રમમાં મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત હતાં.

415 કરોડનું ભરણું છલકાયું : ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ મેળવતી અમદાવાદ મહાનગરપાલિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ પર્યાવરણ માટે આપેલા નેટ ઝીરો લક્ષ્યને સિદ્ધ કરવા અમદાવાદનું નવતર કદમ છે. સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સ્યુએજ વોટરનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજિત ઉપયોગ કરાશે. ગ્રીન બોન્ડના ઓનલાઈન બિડીંગની ચાર જ સેકન્ડમાં રૂ. 200 કરોડ સામે રૂ. 415 કરોડનું ભરણું છલકાયું હતું.

415 કરોડનું ભરણું છલકાયું
415 કરોડનું ભરણું છલકાયું

ગ્રીન પ્રોજેક્ટ માટે ઉપયોગી બનશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી ડેવલપમેન્‍ટ માટે આપ્યું છે. તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે.

04 સેકન્ડમાં 415 કરોડનું સબ્સસ્ક્રીપ્શન : અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 200 કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીડીંગ 5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે 11 કલાકે ઓનલાઈન બીડીંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડીટ રેટીંગ ધરાવતો ગ્રીન બોન્ડ શરૂઆતની 04 સેકન્ડમાં જ 200 કરોડના બોન્ડ સાઈઝ સામે રૂ. 415 કરોડનું સબ્સસ્ક્રીપ્શન મળ્યું છે. બીડીંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા 30 ઈન્વેસ્ટર તરફથી રૂ.1360 કરોડનું સબ્સસ્ક્રીપ્શન થયેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂ. 200 કરોડનો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયો છે.

મહાનુભાવો હાજર રહ્યાં : આ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, નાણા વિભાગના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ, બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલ, એસબીઆઇ કેપિટલ માર્કેટના ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. Income Tax Operation: ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન, 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
  2. VGGS 2024 : સીએમ ભૂપેન્દ્ર પટેલે UAE ડેલીગેશન સાથે બેઠક કરી, ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજીમાં સહયોગ મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.