ETV Bharat / state

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી : બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનાર 9 અધિકારીઓની હકાલપટ્ટી - AMC officials suspended

AMC દ્વારા બોગસ સ્પોન્સરશિપ મામલે 9 અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, આ મામલે કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને સ્પોન્સરશિપ ખોટી હોવાની માહિતી બહાર આવતા AMC દ્વારા 9 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. આ મામલે વધુ તપાસ થાય તેવી માહિતી છે.

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી
અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 10:23 AM IST

અમદાવાદ : બોગસ સ્પોન્સરશિપ દ્વારા નોકરી લેનાર અમદાવાદ મનપાના ફાયર વિભાગના 9 અધિકારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાના ફાયર વિભાગના ઓમ જાડેજા, આસિફ શેખ, સુધીર ગઢવી, શુભમ ખડીયા, અભિજિત ગઢવી, મેહુલ ગઢવી, અનિરુદ્ધ ગઢવી, કૈઝાડ દસ્તુદ, ઇનાયત શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AMC ના 9 અધિકારી સસ્પેન્ડ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના 9 અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. આ કર્મચારીઓએ અનુભવ તથા શૈક્ષણિક યોગ્યતા બાબતે ખોટા સર્ટિફિકેટ દર્શાવી નોકરી મેળવી હતી. બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવવા બાબતે તમામ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

વિપક્ષની માંગ : આ મામલે વિપક્ષે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી મનપાના વિવિધ ખાતાના વર્ગ-1 અને વર્ગ-2ના તમામ અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ બાબતે ક્રોસ વેરિફિકેશન કરવા માંગ કરી હતી. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત તથા અનુભવના ખોટા સર્ટિફિકેટ મૂકી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવા ગેરરીતિ કરી હોય તેવા ટર્મિનેટ કરાયેલ અધિકારીઓ ફરજ પર હાજર થયા ત્યારથી અત્યાર સુધી મેળવેલ તમામ પગાર તથા બીજા અન્ય તમામ નાણાકીય લાભ તેઓ પાસેથી પરત વસુલવા માંગ કરી છે.

બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનાર 9 અધિકારીઓની હકાલપટ્ટી (ETV Bharat Gujarat)

બોગસ સ્પોન્સરશિપ : ફાયર વિભાગના અધિકારીઓ સામે તેમના અનુભવ તથા શૈક્ષણિક યોગ્યતા બાબતે તપાસ ઘણાં લાંબા સમયથી ચાલી રહી હતી. તેના અનુસંધાને 9 અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, આ મામલે કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને સ્પોન્સરશિપ ખોટી હોવાની માહિતી બહાર આવી હતી. જેથી હાલમાં જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર વિભાગના આ 9 ઓફિસરોને ટર્મીનેટ કરવામાં આવ્યા છે.

  1. કોલકત્તામાં મહિલા ડોક્ટર રેપના વિરોધમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
  2. સાબરમતી જેલમાં 3800 કેદી ભાઈઓના કાંડે બહેનોએ બાંધી રાખડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.