ETV Bharat / state

અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ વકર્યો, ચેરિટી કમિશનર સુધી પહોંચવાની શક્યતા - AMBAJI MANDIR MAHANT DISPUTE

જૂનાગઢના અંબાજી મંદિરના મહંત તરીકે પ્રેમગીરી મહારાજની નિમણૂક થતા મહંત પદના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. બીજી તરફ મહેશગીરીએ પોતાનો પક્ષ મૂક્યો હતો.

અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ
અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 6:57 AM IST

Updated : Nov 21, 2024, 7:11 AM IST

જૂનાગઢ : અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ મહંત પદને લઈને હવે રસાકસી જામતી જોવા મળશે. અખાડા પરિષદે મંદિરના મહંત તરીકે પ્રેમગીરી મહારાજની નિમણૂક કરી છે. બીજી તરફ મનસુખગીરી બાપુના પરિવારે મહંત પદ પર તેમનો અધિકાર છે તેવો દાવો ઠોક્યો છે. તેની વચ્ચે હવે મહેશ ગીરી બાપુએ સમગ્ર મામલામાં ચેરીટી કમિશનર દ્વારા નાના પીરબાવાને જ્યાં સુધી વિવાદનો અંત ન આવે ત્યાં સુધી ગાદીપતિ બનાવવાની વાત કરી છે

અંબાજી મહંત પદનો વિવાદ વકર્યો : પાછલા બે દિવસથી ગિરનારમાં સ્થિત 51 શક્તિપીઠ પૈકી અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ આગળ વધી રહ્યો છે. અખાડા પરિષદે પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય બનાવી અંબાજી મંદિરના મહંત તરીકે નિમણૂક આપતા નવો વિવાદ શરૂ થયો છે. તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા મંદિરના મહંત પદ પર તેમનો એકમાત્ર અધિકાર છે તેવો દાવો ઠોકતા મામલામાં નવો વળાંક આવ્યો હતો.

અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ વકર્યો (ETV Bharat Gujarat)

મામલો કલેકટર સુધી પહોંચે તેવી શક્યતા : પ્રેમગીરી બાપુની ચાદર વિધિના પ્રસંગે પણ ખૂબ વિરોધ થયો હતો. તેની વચ્ચે કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુએ સાંજે પત્રકાર પરિષદ યોજી અને જ્યાં સુધી સમગ્ર મામલાનો કોઈ અંતિમ નિવેડો ના આવે ત્યાં સુધી નાના પીર બાવાને અંબાજી મંદિરના મહંત તરીકે કાર્યભાર સોંપવાની માંગ કરી છે. કોઈ પણ ધાર્મિક જગ્યાનો વિવાદ હોય, આવી સ્થિતિમાં જિલ્લા કલેક્ટર સમગ્ર મામલામાં હોદ્દાની રૂએ વિવાદનું સુખદ સમાધાન થઈ શકે તે દિશામાં કામગીરી કરતા હોય છે. જો ચેરીટી કમિશનર દ્વારા નાના પીરબાવાને અંબાજી મંદિરના મહંત તરીકે કલેક્ટરના આદેશ બાદ નિમણૂક કરીને જ્યાં સુધી મહંત પદનો વિવાદ ધર્મની પરંપરા અને સહમતીથી ન ઉકેલાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ નીચે મંદિરનું સંચાલન થતું હોય છે.

મહેશગીરી બાપુએ મૂક્યો પોતાનો પક્ષ : મહેશ ગીરી બાપુએ તેમનો પક્ષ માધ્યમ સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે, તેઓ ક્યારેય પણ અંબાજી મંદિરના મહંત પદને લઈને આશાવાદી નથી. તેમનો ઇરાદો મંદિરનું મહંત પદ હાંસલ કરવાનો ક્યારેય ન હતો. આજે પણ મંદિરના મહંત બનવા નથી માંગતા, પરંતુ વિવાદમાં જે રીતે સનાતન ધર્મનું નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને ગિરનાર જેવી પવિત્ર જગ્યા વિવાદને કારણે વગોવાઇ રહી છે. તેમાં હવે તાકિદે કોઈ વચગાળાનો રસ્તો ન નીકળે અને આ સમય દરમિયાન અખાડાની પરંપરા અને કાયદાકીય રીતે અંબાજી મંદિરના નવા મહંત જાહેર થાય તો ધર્મસ્થાનોની સાથે ગિરનાર અને જૂનાગઢનું મહત્વ પણ જળવાઈ શકે છે.

  1. અંબાજી મંદિરના ગાદીપતિ કોણ? તનસુખગીરી બાપુના પરિવારજનોનો વિરોધ
  2. તનસુખગીરી બાપુના દેહ વિલય સાથે અંબાજી મંદિરની ગાદીના વિવાદનો જન્મ

Last Updated : Nov 21, 2024, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.