ETV Bharat / state

જૈન સાધ્વીની છેડતીના કેસમાં ગેનીબેન ઠાકોરના આક્ષેપો: કહ્યું- પોલીસ માત્ર એક સમાજને કરી રહ્યા છે ટાર્ગેટ - Allegation on police by Geniben

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 9:50 PM IST

બનાસકાંઠાના ભાભર શહેરમાં રોજ જૈન સાધ્વીની બે ઈસમો દ્વારા છેડતી થતાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓ ભાભર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ યુવકોને લાવી પૂછપરછ કરવામાં આવી હતી. જયારે સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ઠાકોર સમાજને ટાર્ગેટ કરી નિર્દોશ યુવકોને પોલિસ દ્વારા માર મારવામાં આવી રહ્યુ છે અને યુવકોને ખોટી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. Allegation on police by Geniben

જૈન સાધ્વીની છેડતીના કેસમાં ગેનીબેન ઠાકોરના આક્ષેપો
જૈન સાધ્વીની છેડતીના કેસમાં ગેનીબેન ઠાકોરના આક્ષેપો (Etv Bharat Gujarat)
છેડતી થતાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓ ભાભર પોલીસ મથકે દોડી આવ્યા હતા (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: જીલ્લાના ભાભર તાલુકા મથકે ખાતે 19 ઓગસ્ટના રોજ જૈન સાધ્વીજી સાથે છેડતીની ઘટના સામે આવી હતી. જેના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા SOG, LCB, SIT તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી છેડતી કરનાર ઇસમોની શોધખોળ હાથ ધરી હતી. જોકે પોલીસ દ્વારા 350થી વધુ શકમંદ લોકોને પોલીસ મથક ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ગેનીબેને લગાવ્યા પોલીસ પર આક્ષેપ: આ મુદ્દે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે એકજ સમાજને ટાર્ગેટ કરી LCB પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, સાધ્વીજી સાથે છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી અને આ વિસ્તારના યુવાનને પોલીસ મથકે બોલાવીને એમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે એમા કોઈ વાંધો નથી પરંતુ ચોક્કસ એક સમાજના કેટલાક નિર્દોષ લોકોને હેરાન કરવાની ઘટના બની રહી છે. જ્યાં જીગર નામના છોકરાને રાત્રીના સમયે બોલાવી તેને ઢોર માર માર્યો હતો.

ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવતા કહ્યું કે, 'યુવકને નગ્ન કરીને LCB પોલીસ અધિકારીઓ ફોટા લીધા હતા અને એના પર દબાણ કરવામાં આવ્યું કે, 'સાધ્વીજી સાથે છેડતી થઈ છે આ ગુનો તે કર્યો છે તેવું કબૂલી લે વરધોડું નીકાળીને તને છોડી દઇશું.'

આ તમામ મુદ્દે પીડીત યુવકે જણાવ્યું હતું કે, 'મને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા પૂછપરછ કરી એટલે હું ગભરાઈ ગયો હતો, મને માર માર્યો અને ગુનો કબૂલ કરવાં કહ્યું હતું. ઉપરાંત કપડાં કઢાવીને મારાં ફોટા પણ પાડ્યા હતા.'

કોઈ માર મારવામાં નથી આવ્યો- પોલીસવડા: જોકે આ સમગ્ર સાંસદના આક્ષેપોને નકારતાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, 19 ઓગસ્ટના રોજ જૈન સાધ્વીજી સાથે છેડતીની ઘટના થઈ છે તેને લઇને પોલીસ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 350 વધારે શંકાસ્પદ ઈસમોને લાવી તેની ઓળખ કરાવી છે, પરંતુ આ 350 લોકો તમામ અલગ અલગ જ્ઞાતીના છે, એક જ જ્ઞાતિના નથી. તમામ લોકો તમામ ધર્મના છે, જેની અમે પૂછપરછ કરી રહ્યા છે. હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસ દ્વારા જેટલાં પણ લોકો બોલાવ્યા છે એમની સાથે કોઇ મારપીટ કરવામાં આવી નથી. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ.

  1. પૂરને પગલે સ્વાથ્યની કાળજી: વડોદરા, મોરબી અને પોરબંદરમાં કુલ 35 મેડિકલ ટીમ તૈનાત - medical team deployed due to flood
  2. 'હું માનવી માનવ થાઉં તોય ઘણું': વડોદરામાં માનવતા મહેકી, કોઈ ગરમાગરમ ભોજન લઈ તો પોલીસ પાણી લઈને લોકોની મદદે દોડી - Vadodara Flood

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.