મોરબી: વાંકાનેરના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસે અગાઉ બે આરોપી ઝડપી લીધા બાદ વધુ ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં હતા. જે આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા હતાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જોકે, કુલ પાંચ માંથી ત્રણ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી મંજુર કરી હતી અને ત્રણેય આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો હતો
ત્રણનો જામીન પર છુટકારો: વાંકાનેર બોગસ ટોલનાકા પ્રકરણમાં પોલીસે અગાઉ બે આરોપી બાદ વધુ ત્રણ આરોપીઓ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાને ઝડપી લીધા હતા. આ આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં અને કોર્ટમાંથી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ આરોપીઓની એડવોકેટ મયુરસિંહ પરમાર મારફત જામીન માટે અરજી કરી હતી.
તમામ પાંચ આરોપીઓ જામીન પર: જે જામીન અરજીમાં આરોપી તરફેના વકીલ મયુરસિંહ પરમારે ધારદાર દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા. જેના આધારે કોર્ટે ત્રણેય આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. વાંકાનેર ડુપ્લીકેટ ટોલનાકા પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તમામ પાંચ આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે.