કચ્છ: કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલને ખાનગી રાહે બાતમી મળેલ હતી. જેને ધ્યાનમાં રાખીને આડેસરના નાના રણ વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન 2 આરોપીઓ પાસેથી દેશી બનાવટની વિદેશી દારૂની 1005 બોટલો જપ્ત કરવામાં આવી છે. આડેસર પોલીસે બે જેટલા આરોપીઓ પાસેથી 1.65 લાખના દારૂના જથ્થા, 5000ની કિંમતનો મોબાઈલ અને 3 લાખની કિંમતના વાહન સહિત 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
2 આરોપી ઝડપાયા 4 ફરાર: આ કેસમાં પોલીસે મહેશ લુણી અને દિલીપ ઠાકોર એમ 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ 4 જેટલા આરોપીઓ હજુ પકડવાના બાકી છે જેમાં દારૂનો ધંધો કરનાર દિલીપ ઠાકોર, દારૂ ભરેલ ગાડી લેવા આવનાર સ્લિમ, દારૂ ભરેલ ગાડી આપી જનાર અજાણ્યો માણસ અને ગાડીનો માલિકનો સમાવેશ થાય છે. એસ.એમ.સીએ આગળની કાયદેસરની કાર્યવાહી આડેસર પોલીસને સોંપી છે.