ETV Bharat / state

છોટા ઉદેપુર જીલ્લાનાં ડુંગર પર ભરાય છે અખાત્રીજનો મેળો, જાણો શું છે લોકોની માન્યતા - Akhatrija fair

છોટા ઉદેપુર જીલ્લાનાં રાંઠ પ્રદેશમાં આવેલા ટુંડવાનાં ડુંગરે દર વર્ષે અખાત્રીજનાં દીવસે મેળો ભરાય છે. આદિવાસીઓ ડુંગરની તળેટીમાં નાચી કૂદીને માનવે છે અખાત્રીજ

છોટા ઉદેપુર જીલ્લાનાં ડુંગર પર ભરાય છે અખાત્રીજનો મેળો
છોટા ઉદેપુર જીલ્લાનાં ડુંગર પર ભરાય છે અખાત્રીજનો મેળો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 9:19 AM IST

છોટા ઉદેપુર: આદિવાસીઓનાં મોટા ભાગના તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલાં છે અને તેમાં અખાત્રીજનો તહેવાર પ્રકૃતિ પૂજા સાથે જોડાયેલો તહેવાર હોય જેનુ છોટા ઉદેપુર જીલ્લામાં સવિશેષ મહત્વ છે. ત્યારે અખાત્રીજનાં દીવસે મોટી સઢલી ગામમાં આવેલ બાબા ટુંડવાનાં ડુંગરની તળેટીમાં મેળો ભરાય છે. જેમાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે નાચી કૂદીને અખાત્રીજનો તહેવાર ઉજવે છે.

છોટા ઉદેપુર જીલ્લાનાં ડુંગર પર ભરાય છે અખાત્રીજનો મેળો (Etv Bharat Gujarat)

પરંપરા: સઢલી ગામે 5000 મીટર ઊંચાઇ ધરાવતા બે પહાડો આવેલા છે. જે બે ડુંગરમાં એક ડુંગરની ટોચ પર ટોચ બાબા ટુંડવાનુ સ્થાનક છે. તો બાજુમાં આવેલાં બીજાં ડુંગર પર બાબા ટુંડવાનાં પત્ની આઈ ટુંડવીનું સ્થાનક છે. આં બે ડુંગર પર મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનાં લોકો અખાત્રીજના દીવસે દર્શન કરી પોતાની આખડી છોડે છે. તો અન્ય આદિવાસી સમાજના લોકો ગયું વર્ષ સારું ગયું તેનો આભાર વ્યક્ત કરી નવુ વર્ષ સારું જાય અને સારા વરસાદની કામના કરી ખેતી કામમાં જોતરાય છે.

પ્રકૃતિ પૂજક આદીવાસી સમાજની માન્યતા: અખાત્રીજથી લઇને વરસાદના આગમન સુઘીના સમયને અખાત્રીજના મહિના તરીકે ઓળખવામાં આવે છે. આ અખાત્રીજના મહિના દરમિયાન વનસ્પતિઓ નવી કુપળો કાઢી નવા પાનનો નિખાર સર્જે છે, કેટલાક પ્રાણીઓ નવી રુવાંટી બદલે છે, સરીસૃપો પોતાની કાચળી બદલે છે, વેલાઓમાં નવા મૂળ આવતાં વેલાઓ ફૂટી નીકળે છે. આમ અખાત્રીજથી પ્રકૃત્તિ પોતાનું જૂનું સ્વરૂપ દૂર કરી નવુ સ્વરૂપ ધારણ કરે અને તેથી જ આદીવાસી સમાજ અખાત્રીજના દીવસે પ્રકૃતિ પૂજા કરી આ તહેવારની નવા વર્ષ તરીકે નાચી કૂદીને ધામધૂમ પૂર્વક ઉજવણી કરતાં હોય છે.

બાબા ટુંડવા વિશેની દંતકથાઓ: આ બન્ને પર્વતો વિશે લોક માન્યતા અને દંતકથા મુજબ, બાબા ટુંડાવા એ ટુંડવા ગામનાં રહીશ હતાં. એક દિવસ બાબા ટુંડવા પોતાની પત્નિનાં ખોડામાં માથુ મૂકી આરામની ક્ષણોમા માથામાંથી પત્નિ જૂ કાઢી રહી હતી અને એ અરસા દરમિયાન બાબા ટુંડવાનો મોટો ભાઈ આવી જતાં બન્ને પતિ-પત્નિ શરમાઈ ગયાં હતાં અને એક પર્વત પર બાબા ટુંડવા અને બીજા પર્વત પર આઈ ટુંડવીએ સમાધિ લીધી હતી.

આઈ ટુંડવી અને બાબા ટુંડવાની દેવ તરીકે લોકો પૂંજા વિધિ કરવા લાગ્યાં: માનવામાં આંવે છે કે, એક સમયે લોકો બાબા ટુંડવા સમક્ષ પોતાની જરૂરિયાત મુજબ નાણાની ડિમાંડ સાંજે મૂકી આવતાં અને સવારે ડિમાંડ મૂકનારને જરૂરિયાત મુજબના નાણા પણ બાબા ટુંડવા આપતા હોવાની લોક વાયકા આજે પણ લોક મુખે ચર્ચાય રહી છે.

લોક માન્યતા: એક પર્વત પર બાબા ટુંડવાનુ સ્થાનક છે ત્યાં સ્ત્રી અને પુરુષો દર્શન કરી પૂર્ણ થયેલ મનોકામનાની આખડી છોડતાં હોય છે. તો આઈ ટુંડવીનાં સ્થાનક પર માત્ર મહિલાઓ જ દર્શન કરે છે અને અખાત્રીજના દીવસે વહેલી સવારથી લોકો પગદંડીના કાચા રસ્તે ચઢીને રાખેલી બાધાઓ પૂર્ણ કરતાં હોય છે. તો આ ડુંગર પર બાબા દેવ સમક્ષ કોર્ટ કચેરીના કેસો જીતવાની ખાસ બાધાઓ લેવામાં આવતી હોય છે એવી પણ લોક માન્યતા ચર્ચાય રહી છે.

  1. શસ્ત્ર, શાસ્ત્ર અને શૌર્યના પ્રણેતા ભગવાન પરશુરામની જયંતિ નિમિતે ભુજમાં શોભાયાત્રા નીકળી - Akshaytrutiya 2024
  2. અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણસ્પર્શના અનોખો મહિમા, સમગ્ર ભારતનું એક માત્ર મંદિર વર્ષમાં ખુલે છે એકવાર - Akshaytrutiya 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.