અમદાવાદ: શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ગર્વ અને માનભેર નામ એટલે ડૉ. મુકેશ ગર્ગ અને મંજુ મહેતા. આમ, ભારતના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2024 નું આયોજન 18થી 27 ઓકટોબર દરમિયાન મિઠાખડી સ્થિત લાયન્સ હોલ થઈ રહ્યું છે ત્યારે આ સંગીત સપ્તાહના બીજા દિવસે શાસ્ત્રીય સંગીતના આ બંને ઘરેણાઓને ટ્રીબ્યુટ આપવામાં આવ્યું હતું.
6 શાસ્ત્રીય સંગીત માર્તંડએ પ્રસ્તુતિ આપી: સપ્તક સંગીત સંકલ્પના બીજા દિવસે મનોહર બાલચંદ્રન, સપન અંજારિયા, તેજસ સોની, રમાકાંત ગાયકવાડ, સ્વપ્નિલ ભિસે અને સુમિત મિશ્રા આમ કુલ 6 જેટલા જાણીતા શાસ્ત્રીય સંગીતના ઘરેણાઓએ પોતાની પ્રસ્તુતિ આપી હતી.
ભારતીય અને કર્ણાટકી શાસ્ત્રીય સંગીતનું ડયુએટ રજૂ કરાયું: સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના તેમજ નંદન મહેતા, પૂરણ મહારાજ, રાજલ શાહ અને હેતલ મહેતા જોષીના શિષ્ય સપન અંજારિયાએ ETV BHARAT સાથે વાત કરવા જણાવ્યું હતું કે, આજે સપ્તકના સંગીત સંકલ્પમાં તેઓ મનોહર બાલચંદ્રન સાથે ડ્યુટ કરવાના છે. આજનો આ કાર્યક્રમ તેમજ આ વખતનો સંપૂર્ણ સપ્તક સંગીત સંકલ્પ ડૉ. મુકેશ ગર્ગ અને વિદુષી મંજુ નંદન મહેતાને સમર્પિત છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 'આજે મેં અને મનોહર બાલચંદ્રને ભારતીય શાસ્ત્રીય સંગીત અને કર્ણાટકી શાસ્ત્રીય સંગીતનું મિક્ષ્ચર રજૂ કર્યું છે.'
મૂળ કર્ણાટકના અને દિલ્હીમાં રહેતા જાણીતા મૃદંગમ-તબલા વાદક મનોહર બાલચંદ્રને ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ 29 માં સંગીત સંકલ્પ સપ્તકના કાર્યક્રમમાં આજે તેઓ પોતાની પ્રસ્તુતિ આપવાના છે આ કાર્યક્રમ ડૉ. મુકેશ ગર્ગ અને વિદુષી મંજુ નંદન મહેતાને સમર્પિત છે. તેઓને આજે અહીં પર્ફોર્મ કરવા બોલાવવા માટે તેમણે મંજુ મહેતાના પુત્રી અને સપ્તકના ટ્રસ્ટી હેતલ મહેતાનો આભાર પણ માન્યો હતો.
આ પણ વાંચો: