ETV Bharat / state

અમદાવાદમાં TRB જવાનો હડતાળ પર: આ છે મુખ્ય માગણીઓ... - Ahmedabad TRB jawans strike

આજરોજ રાજ્યભરના ટ્રાફિક વિભાગના TRB જવાનો પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. પરિણામે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થવાની શક્યતાઓ તીવ્ર બની છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થવાની શક્યતાઓ
શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થવાની શક્યતાઓ (Etv Bharat Gujarat)

અમદાવાદ: ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરતા TRB એટલે કે ટ્રાફિક રિઝર્વ બટાલિયન જવાનો આજથી હડતાળ પર ઉતર્યા છે. ETV BHARAT ને હડતાળનું કારણ જણાવતાં ટીઆરપી જવાન પ્રકાશ પટણી જણાવે છે કે, 'અત્યારના સમયમાં 300 રૂપિયા લેખે મળતા પગારથી રોજગાર ચલાવવું શક્ય નથી, આથી અમારે આ હડતાળ કરવી પડી રહી છે.'

300 રૂપિયાથી ઘર ન ચાલે - TRB જવાનો: તમને જણાવી દઈએ કે, TRB જવાનને હાલ રોજના 300 રૂપિયા લેખે પગાર મળી રહ્યો છે જેની સામે તેઓ 500 રૂપિયા પગાર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. પરિણામે અમદાવાદના અંદાજિત 1600 થી વધુ TRB જવાનો પોતાના ટ્રાફિક પોઇન્ટ પરથી ખસી ગયા છે.

આજરોજ રાજ્યભરના ટ્રાફિક વિભાગના TRB જવાનો પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા (Etv Bharat Gujarat)

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધવાની તીવ્ર શક્યતા: TRB જવાનોની મુખ્ય માંગ પગારમાં વધારો કરવાનો છે. તેમજ હાલ તેઓને રોજના માત્ર 300 રૂપિયા વેતન મળતું હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. જેનાથી આજના સમયમાં ઘરનું રોજગાર ચલાવવું શક્ય નથી. આથી તેઓને ના છૂટકે આ આંદોલનના માર્ગે ચાલવું પડી રહ્યું છે. પરિણામે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પર સીધી અસર પડવાની શક્યતા તીવ્ર બની છે.

અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાસે: TRB જવાન પ્રકાશ પટણી ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે, 'અમે આવતી કાલે સવારે 9 વાગે અમદાવાદ કલેક્ટરને અમારી માંગ સાથે આવેદનપત્ર આપવાના છે. જ્યાં સુધી અમારી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે પોતાના પોઇન્ટ પર પાછા નહિ જઈએ અને હડતાળ યથાવત રાખીશું.'

આ પણ વાંચો:

  1. ગુજરાત ATSએ ભોપાલમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી, 1,814 કરોડનું MD ડ્રગ્સ હાથ લાગ્યું - Gujarat ATS seizes MD Drugs
  2. ગાંધીધામના ખારીરોહરમાં મળ્યો ડ્રગ્સનો જથ્થો, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 120 કરોડ - Kutch drug

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.