અમદાવાદ : હાલ શહેરની અંદર વાહનચાલકો બેફામ રીતે ગાડી ચલાવતા હોવાથી વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. જેના પગલે ટ્રાફિક પોલીસ પણ સતત બની છે અને RTO કચેરીનું પણ આકરું વલણ જોવા મળી રહ્યું છે. કેમ કે અમદાવાદની અંદર ટ્રાફિક નિયમોના ભંગ બદલ 600 થી વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કરી દેવામાં આવ્યા છે.
RTO વિભાગનું આકરું વલણ : અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ RTO કચેરીએ આકરું વલણ અપનાવ્યું છે. જેમાં 644 વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા 8 મહિનામાં 644 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. તેમજ રોંગ સાઇડ, જોખમી ડ્રાઇવિંગના 400 કેસ થયા છે. ટ્રાફિકના વિવિધ નિયમો ભંગ કરનાર ચાલકાના લાયસન્સ 3 થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
600 થી વધુ લાયસન્સ સસ્પેન્ડ : વિગતે વાત કરવામાં આવે તો સુભાષબ્રિજ RTO દ્વારા 384, વસ્ત્રાલ RTO દ્વારા 171 અને બાવળા RTO કચેરી દ્વારા 89 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. નોંધનીય બાબત છે કે, નામદાર ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જ ટકોર કરી હતી કે, જોખમી ડ્રાઇવિંગ કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેને પગલે RTO વિભાગ પણ છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે.
લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પ્રોસેસ : અમદાવાદમાં ટ્રાફિક નિયમ ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, અકસ્માત અને રોંગ સાઈડ વાહન દોડાવતા નબીરાઓને ઝડપીને ડિજિટલ મેમો ઇસ્યુ કરવામાં આવે છે. સાથે જ તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા RTO ઓથોરિટીને જાણ કરવામાં આવે છે, જેના આધારે RTO કચેરીમાં સુનાવણી થાય છે. સુનાવણી બાદ 3 થી 6 મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાયા આવે છે. સસ્પેન્ડ લાઇસન્સમાં સૌથી વધુ રોંગસાઇડ, સિગ્નલ તોડવાના અને જોખમી ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોનો સમાવેશ થાય છે.