ETV Bharat / state

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે જગતના નાથ, જુઓ આજે કેવો છે મંદિરનો માહોલ ? - rath yatra 2024 - RATH YATRA 2024

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા,
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 10:47 AM IST

Updated : Jul 6, 2024, 12:01 PM IST

અમદાવાદ: આવતીકાલે 7 જુલાઇ, 2024ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળનારી છે. ત્યારે સમગ્ર અમદાવાદ અત્યારથી જગન્નાથમય બની ગયું છે. રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રાને લઈને જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે આવી રહ્યો છે, મંદિરમાં પરિસરમાં સતત ભજન-કિર્તન ચાલી રહ્યાં છે, ભાવિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે.

LIVE FEED

11:56 AM, 6 Jul 2024 (IST)

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે જગતના નાથ, જુઓ આજે કેવો છે મંદિરનો માહોલ ?

અમદાવાદમાં આવતીકાલે જગતના નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે જગતના નાથ જગન્નાથજીના મંદિરે કેવો માહોલ છે, જણાવી રહ્યાં છે અમદાવાદથી ઈટીવી ભારતના સંવાદદાતા ચેતન બાંભણિયા

જગન્નાથ મંદિરથી ઈટીવી ભારતના સંવાદદાતા ચેતન બાંભણિયા (Etv Bharat Gujarat)

11:30 AM, 6 Jul 2024 (IST)

આજે નિજ મંદિરમાં રથનું થશે આગમન, ગજરાજોનું પણ પૂજન

આજે વિધિવત નિજ મંદિરમાં રથનું આગમન થશે જેને લઈને ગજરાજોનું પણ પૂજન કરવામાં આવે છે. રથયાત્રાની શોભા વધારતા ગજરાજોનું એક વિશેષ આકર્ષણ હોય છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારી (Etv Bharat Gujarat)

11:13 AM, 6 Jul 2024 (IST)

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરમાં આજે વહેલી સવારે પૂજા અર્ચના કરી હતી. તેમના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે જગન્નાથ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાંફલા સાથે હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. કોઈ અજુગતિ ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. મુસ્લિમ આગેવાનો દ્વારા હર્ષ સંઘવીનું રસ્તામાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ (Etv Bharat Gujarat)

11:09 AM, 6 Jul 2024 (IST)

ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને આપ્યા દર્શન, મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આવતી કાલે યોજાશે અષાઢી બીજની ભગવાન જગન્નાથજીને 147 મી રથયાત્રા, જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે.

ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને આપ્યા દર્શન
ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને આપ્યા દર્શન (Etv Bharat Gujarat)

Last Updated : Jul 6, 2024, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.