અમદાવાદ: 2007માં પાલડી વિસ્તારમાં પ્રીતમનગર ઢાળ પાસે કરોડો રૂપિયાના ખર્ચે NHL બોયઝ હોસ્ટેલ બનાવવામાં આવી હતી. 2019 માં હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી અને બિન વપરાશ દરમિયાન હોસ્ટેલનું બિલ્ડીંગ જર્જરિત બન્યું ત્યારે AMC દ્વારા SVP હોસ્પિટલ પાસે નવી હોસ્ટેલ બનાવવામાં આવી હતી. વિપક્ષ નેતાના જણાવ્યા અનુસાર, માત્ર 12 વર્ષમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેવી પરિસ્થિતિ સર્જવા માટે કેટલી હદે ભ્રષ્ટાચાર કરવો પડે તેનો અંદાજો લગાવવો મુશ્કિલ બને છે. આ હોસ્ટેલ AMCના અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો કહી શકાય તેમ છે.
બંધ હોસ્ટેલમાં દારૂની બોટલો: દારૂબંધી વાળા ગુજરાતમાં એમાં પણ મહાત્મા ગાંધીની કર્મભૂમિ અમદાવાદમાં દારુ પાર્ટી સહિતના આક્ષેપો થયા ત્યારે ETV BHARAT આ હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યું ત્યારે અંદરથી કેટલીક દારૂની બોટલો મળી આવી હતી, સાથે કરોડો રૂપિયાનું ફર્નિચર એમ જ ઉધઈ ખાતું જોવા મળ્યું હતું.
વર્ષોથી લાઈટ-પંખા પણ સતત ચાલુ હતા: સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, આ હોસ્ટેલમાં કેટલાક રૂમ એવા પણ જોવામાં આવ્યા છે જેમાં ખબર નથી કેટલાક રૂમમાં કેટલા વર્ષોથી લાઈટ અને પંખા સતત ચાલુ હશે. આમતો એક મહિનો બિલ ન ભરવામાં આવે તો સમાન્ય માણસોનું વીજળી કનેક્શન કાપી નાખવામાં આવતું હોય છે ત્યારે આ હોસ્ટેલની વીજળીનું બિલ કોણ ભરતું હશે અને કેટલું આવતું હશે તે તો હવે AMC ને જ ખબર ! પણ છેવટે આ બધાનો ખર્ચ સામાન્ય લોકોના ટેક્સના પૈસાથી ચૂકવવામાં આવે છે.
અંદરથી મળી એક્સપાયર થયેલ PPE કિટો: એક્સપાયર થયેલી PPE કિટ્સ અને લેબોરેટરીના સાધનો લેબોરેટરીના સાધનો મળી આવ્યા હતા. આ PPE કીટો જેના માટે કોરોના વખતે લોકોની પડાપડી થતી હતી તે કિટ્સ અહીં ઉપયોગ થયા વગર જ એમ જ પડી હતી. મહત્વની વાત એ છે કે, હોસ્ટેલ 2019 માં હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ આ કિટ 2022 માં એક્સપાયર થઈ હતી.
હોસ્ટેલનું રીનોવેશન કરવાની વિપક્ષની માંગ: વિપક્ષ નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'SVP હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે જેમાં 1100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, પરંતુ હાલમાં મેડિકલ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ હોસ્ટેલમાં તમામ મેડિકલના વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકતો નથી. જો પાલડી ખાતે આવેલા આ હોસ્ટેલનું રિનોવેશન કરવામાં આવે તો બીજા વિદ્યાર્થીને પણ રહેવાની સગવડ મળી શકે છે. પરંતુ AMC નું વાર્ષિક બજેટ 12 હજાર કરોડનું હોવા છતાં પાલડી ખાતે આવેલા બોયઝ હોસ્ટેલ રિનોવેશન કરવા છેલ્લા 5 વર્ષથી AMC પાસે નાણાં નથી તેવું બહાનું બતાવી રહી છે.'
હોસ્ટેલ ચાલુ કરાવવા NHLના ડિન દ્વારા રજૂઆત: આ અંગે જ્યારે NHL કોલેજના ડિન ચેરી શાહનો સંપર્ક કર્યો બાદ ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "તેની કાર્યવાહી ચાલુ થઈ ચૂકેલી છે, લખાણ ક્યારનું થઈ ચૂકેલું છે, સિવિલ ઇજનેરને બધા ઇન્વોલ્વ થઈ ચૂકેલા છે, બાકી કોઈ વિગતો મારી પાસે નથી ખાસ 6-8 મહિના પહેલા મેં ફાઈલ કોર્પોરેશનમાં મોકલી દીધેલી છે કે અમને આ હોસ્ટેલ શરૂ કરાવી આપો."
AMC, MET એટલે કે AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના મનીષ ત્રિવેદી જણાવે છે કે, "નવેમ્બર 2023 માં અમે ફાઈલ કૉર્પોરેશનમાં મોકલી આપેલી છે અને ત્યાર બાદ 2 વખત રિમાઇન્ડર પણ કરાવેલું છે, કયારે રિમાઇન્ડર કરાવ્યું તેની વિગતો તેમની પાસે નથી."
આ પણ વાંચો: