ETV Bharat / state

Ashram Express Train : અમદાવાદ દિલ્લી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું અમદાવાદથી સંચાલન બંધ, નવું સ્ટેશન અને સમય નોંધો - અમદાવાદ રેલવે સ્ટેશન

દિલ્હી જવા માટે ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ દિલ્લી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં ટિકીટ કરાવતાં હોવ તો આ સમાચાર તમારા માટે છે. વધુમાં આપને જણાવીએ કે આ ટ્રેનનું આગમન અને પ્રસ્થાન સ્થળ હવેથી અમદાવાદ રેલવે સ્ટેશન નહીં રહે તેની નોંધ લેવી પડશે.

Ashram Express Train : અમદાવાદ દિલ્લી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું અમદાવાદથી સંચાલન બંધ, નવું સ્ટેશન અને સમય નોંધો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 7:34 PM IST

અમદાવાદ : અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનને લઇને મહત્ત્વના ખબર સામે આવ્યાં છે. જેમાં તારીખ 1 ફેબ્રુઆરી 2024થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફારની માહિતી સામે આવી રહી છે. હવેથી અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદ રેલવે સ્ટેશન નહીં રહે પરંતુ સાબરમતી (ધર્મનગર ) રેલવે સ્ટેશનથી સંચાલન કરવામાં આવશે.

સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડશે રેલવે પ્રશાસન દ્વારા અપાયેલી સત્તાવાર જાણકારી પ્રમાણે 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન (આગમન-પ્રસ્થાન)નું સ્થળ બદલવામાં આવ્યું છે. આ ટ્રેન પહેલી ફેબ્રુઆરી 2024થી અમદાવાદ રેલવે સ્ટેશનની જગ્યાએ સાબરમતી (ધર્મનગર તરફ) થી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનને લઇને કરવામાં આવેલા મહત્ત્વના ફેરફારની વધુ વિગતો નીચે મુજબ છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર જશે નહીં ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 અમદાવાદ રેલવે સ્ટેશનની જગ્યાએ સાબરમતીથી સાંજે 19:40 કલાકે દિલ્હી જવા માટે પ્રસ્થાન કરશે. આ જ રીતે પાછાં વળતાં ટ્રેન નંબર 12916 દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસનું 01 ફેબ્રુઆરી 202થી સાબરમતી સ્ટેશન પર સવારે આગમન 05:55 કલાકે થશે અને આશ્રમ એક્સપ્રેસ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર જશે નહીં.

નવા સ્ટેશન અને સમય નોંધી લો આ મહત્ત્વના ફેરફારના પગલે અમદાવાદથી દિલ્હી જવા માટે આશ્રમ એક્સપ્રેસમાં ટિકીટ બૂકિંગ કરાવનારા પ્રવાસીઓ માટે ધ્યાન લેવું અગત્યનું બની ગયું છે કે તેઓ નિયત સમયે ટ્રેન પર બોર્ડ થવા માટે પહેલી ફેબ્રુઆરીથી નવા સ્ટેશન અને સમય નોંધી લે જેથી કરીને પ્રવાસમાં અસુવિધા ઊભી ન થાય. રેલવે તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

  1. Ramlala Darshan : રામલલાના દર્શને ટ્રેનથી જવા આયોજન કરી લેજો, કેન્દ્ર સરકાર માર્ચ સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવશે
  2. Western Railway: આજથી પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.