અમદાવાદ: ગુજરાતના જાણીતા ગુજરાતી સિંગર અને ભાજપ કાર્યકર વિજય સુવાળા ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ, દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા, ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ સામે ફરિયાદ નોંધાવી છે.
ધમકી આપ્યાનો આક્ષેપ: તમને જણાવી દઈએ કે, વિજય સુવાડા પર ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો હતો. માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. આ સમગ્ર અંગે દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજય સુવાડા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઇને આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
કોની ધરપડડ થઈ અને કોના પર આક્ષેપો થયા? પોલીસે વિજય સુવાડા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દીલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરૂદ્ધ ધમકી તેમજ હુમલાની કોશિષ કરવાની ફરિયાદ કરી હતી.