અમદાવાદઃ જ્યારે અધિકારી સત્તાથી મોહાંધ થઈને ભાન ભૂલી જાય છે ત્યારે તે પાપની વાવણી કરતો જ જાય છે. જો કે પાપ તો છાપરે ચઢીને પોકારવાનું જ છે. આ ન્યાયે ગુનેગારની એક ભૂલ ગુનાના દરેક પાસા સામે લાવી દે છે. અમદાવાદ શહેરમાં એક સમયે કવિ કવ્વાલ તરીકે જાણીતા તરલ ભટ્ટના માણસો પણ હવે માધુપુરા સટ્ટાકાંડની અંદર SMCએ કરેલા રિપોર્ટની અંદર સામેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ હિંમત સિંહ નામક પોલીસ કર્મચારીનું નામ પણ આ તોડકાંડમાં ઉમેરાયું છે. સૂત્રો અનુસાર આઈબીના એક પોલીસ કર્મી પર આ સટ્ટાકાંડના સેટલમેન્ટમાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી, કારણ કે આ કર્મી શહેરમાં ડબ્બા ટ્રેડિંગના કિંગ સાથે સાંઠગાંઠ ધરાવતો હતો.
1400 કરોડના સટ્ટાકાંડમાં વધુ 3 નામ ખૂલ્યાંઃ ગુજરાતમાં હાલ પોલીસ ઈન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓની તોડકાંડની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જેમાં માધુપુરાના 1400 કરોડના સટ્ટા કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરાઈ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં એન્ટિ કરપ્શન દ્વારા આ અપ્રમાણસર મિલકતની તપાસ કરવાની ભલામણ(રિમાર્ક) છે. આ રિપોર્ટની અંદર અન્ય પોલીસ કર્મીઓ તુષાર, નૌશાદ અને હિંમત સિંહનાં નામ બહાર આવ્યા છે.
આઈબી અધિકારીની ચાવીરુપ ભૂમિકાઃ આ કેસમાં રૂપિયાની લેતી દેતીમાં એક આઈબીના પોલીસ કર્મચારીએ સેટલમેન્ટની ભૂમિકા ભજવી હતી. સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, માધુપુરા સટ્ટાકેસમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. એમાંથી 15 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. એટલે કે કુલ 55 લાખની ડીલમાં પોલીસે 40 લાખનો ખેલ પાડ્યો હતો. જ્યારે સટ્ટાકાંડમાં જે બુકીઓનાં નામ ખૂલ્યાં છે તેઓ વાયા શ્રીલંકાથી દુબઈ અને બેંગકોક જતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર થયેલ ડીલના CCTV ફૂટેજ મળી રહ્યા નથી.
Satta Case: માધુપુરા સટ્ટા કેસમાં સામેલ વધુ એક આરોપી ઝડપાયો, આવું હતું નેટવર્ક