અમદાવાદ : ઓરિસ્સાથી આવતા ટ્રકમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 65 લાખનો ગાંજો અને ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો છે. લગભગ 43 લાખની કિંમતના કુલ 194.850 ગ્રામ ગાંજા સાથે 7 આરોપી ઝડપાયા હતા. આ સાત આરોપીમાંથી 2 આરોપી ધરમપુર ઓરિસ્સાના છે. આ આરોપીઓ ત્યાંથી ગાંજાની ખરીદી કરી અમદાવાદ ખાતે પહોંચાડતા હતા. સાથે સાથે અન્ય 2 આરોપી ડ્રાઈવર અને ક્લીનર તરીકે કામ કરી રહ્યા હતા.
200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સ : ઓડીસાથી આવતા ટ્રકમાં સૂકવેલો ગાંજો અને પાવડર મોટી માત્રામાં મળી આવ્યો હતો. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. કુલ 1,100 કિલો ડ્રગ્સ ઓડીસાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા GIDC માં ઉતારવાનો હતો. આ ડ્રગ્સ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યું હતું, જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે.
સાત આરોપી ઝડપાયા : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. સાથે જ ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરી છે.આશરે 64,46,850 ના મુદ્દામાલ સાથે કુલ 7 આરોપીઓ ઝડપાયા હતો. ઓરિસ્સાથી આ ટ્રક અમદાવાદ ખાતે લાવી રહ્યા હતા. કુલ 194.850 ગ્રામ ગાંજો ખુલ્લા બારદાનમાં લાવ્યા જેથી તે ન ઓળખાય એ રીતે લાવ્યા હતા.
ક્યાં પહોંચવાનું હતું કન્સાઈનમેન્ટ ? પોલીસનું કહેવું હતું કે, લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં ગાંજો ઝડપાયો છે. આ માલ ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ વટવા GIDC ગોડાઉન ખાતે ઉતારવાના હતા. અલગ અલગ ગાંજાની ક્વોલિટી ઉપર ગાંજાની કિંમત નક્કી થાય છે. સનાથલમાં રહેતો કુમાર અરુણ પાંડે નામક આરોપી પકડાયો હતો.