અમદાવાદઃ અમદાવાદના એલિસ બ્રિજ નીચે ઘણા સમયથી નશાકારક એવું એમડી મેફેડ્રોન વેચાણ થતું હોવાની ઈન્ફર્મેશન પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે ડ્રગ્સ સાથે શખ્સોને ઝડપી પાડવા કમર કસી હતી. માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી 14,33,300/- ની કિંમતના 93.760 ગ્રામનાં MD મૅફેડ્રોન જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
14,33,300/- ની કિંમતના MD ડ્રગ સાથે ત્રણની ધરપકડઃ ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એલીસબ્રીજ નીચેથી ડ્રગ્સનું બંધ બારણે વેચાણ થઈ રહ્યું છે તેવી માહિતી મળી હતી. ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ પ્રમાણે મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં સતત વોચ ગોઠવતા તેમની પાસેથી મોટી માત્રામાં MD મૅફેડ્રોન મળી આવ્યું હતું. કુલ 93.760 ગ્રામના MD ડ્રગના જથ્થા કે જેની બજાર કિંમત આશરે 14,33,300/- થાય છે સાથે શખ્સો મળી આવ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન રોકડ નાણા તથા સુઝુકી એક્સેસ ગાડી જપ્ત કરવામાં આવી છે. આરોપીઓમાંથી બે વટવા વિસ્તારમાંથી અને એક એલિસ બ્રિજ વિસ્તારમાંથી રહેતો હોવાથી આ ત્રણેય આરોપીઓ એલિસ બ્રિજ નીચે સાથે મળીને ડ્રગ્સ વેચાણ કરતા હતા. જેની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી દ્વારા વધારે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, તેમના સાથીઓ અમદાવાદના વટવા વિસ્તારમાં ધંધો કરી રહ્યા છે. વટવા વિસ્તારમાં તપાસ કરતા 93.760 ગ્રામ એમડી નો જથ્થો મળી આવ્યો હતો. કુલ 14,33,300 રૂપિયાનો મુદ્દા માલ મેફેડ્રનનો મળી આવ્યો હતો. ત્યારે ડ્રગસની સાથે મોબાઈલ ફોન રોકડ નાણા તથા સુઝુકી એક્સેસ ગાડી જપ્ત કરવામાં આવી હતી. એલીસબ્રીજના બે અને વટવાનો એક આરોપી એમ કુલ ત્રણ આરોપી આ સમગ્ર વેચાણમાં સામેલ હતા.