ETV Bharat / state

અમદાવાદમાં સ્ટાઈપેન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાળ, 6 હજાર રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા - Junior doctors strike - JUNIOR DOCTORS STRIKE

ગુજરાતમાં સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબો હડતાળ પર છે. જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આજથી 6 હજાર રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા રહ્યા છે.જુનિયર તબીબોની હડતાળને લઇ ફરી એકવાર દર્દીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે. Junior doctors strike at Ahmedabad

અમદાવાદમાં સ્ટાઈપેન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાળ
અમદાવાદમાં સ્ટાઈપેન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાળ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 1:50 PM IST

સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાળ (Etv Bharat Gujarat)

અમદાવાદ: દેશમાં સૌથી વધુ ગુજરાતમાં સ્ટાઇપેન્ડ અપાતું હોવાનો દાવો ભલે કરવામાં આવી રહ્યો છે પરંતુ ખુદ જુનિયર તબીબઓ આ વાતનું ખંડન કર્યુ છે અને સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે ફરી એકવાર હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જુનિયર ડોક્ટર એસોસિયેશને બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદના પ્રતિનિધિઓ તરીકે જણાવ્યું હતું કે, તેઓ સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડૉક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40% વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1 એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31 માર્ચ, 2024 ના રોજ પૂર્ણ થયેલ હતા. આથી અમારી માંગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2024 થી અમારા સ્ટાઈપેન્ડમાં 40% ના વધારા માટે હતી.

6 હજાર રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા
6 હજાર રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા (Etv Bharat gujarat)

તારીખ 9 જુલાઈ, 2024 ના રોજ આરોગ્યમંત્રી સાથે થયેલી મુલાકાતમાં અમોને સ્ટાઈપેન્ડમાં 40% ના વધારાનું આશ્વાસન આપેલ હતું. જેથી સરકાર પર વિશ્વાસ રાખીને આંદોલન મોકૂફ રાખ્યું હતું. ત્યાર બાદ સતત 10 થી 12 મુલાકાતો તેમજ છેલ્લાં છ મહિનાની મહેનત તથા સરકાર પર પૂર્ણ ભરોસો રાખવા છતાં માત્ર 20% નો અસંતોષકારક વધારો આપ્યો.

આ ઉપરાંત અમારા વિશ્વાસનું હનન થાય એ રીતે આગામી સ્ટાઈપેન્ડ વધારાની મુદત 5 વર્ષ કરવામાં આવી. આ તમામ મુદ્દાઓના આધારે અમોને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આથી અમો, બી. જે. મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ તારીખ 2 સપ્ટેમ્બર, 2024 (સોમવાર) થી અમારા હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમારી તમામ ફરજમાંથી અળગા રહેવા માટે મજબૂર બન્યા છીએ. આ વિરોધથી થનારી કોઈપણ વિપરીત અસરોની જવાબદારી સરકારની રહેશે.

મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પગલે રોગચાળાની ભીતી પણ સેવાઈ રહી છે, અને સિવિલ હોસ્પિટલમાં વાઈરલ ઈન્ફેક્શન સહિત સામાન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યામાં પણ વધી રહી છે. જુનિયર તબીબોની હડતાળના પગલે ફરી એકવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

  1. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તબીબોની હડતાળ, તબીબોએ નોંધાવ્યો કોલકાત્તાની ઘટનાનો વિરોધ
  2. ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે પ્રદર્શન - KOLKATA DOCTOR RAPE CASE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.