ETV Bharat / state

ACIએ અમદાવાદના એરપોર્ટ SVPIAને લેવલ 2થી લેવલ 3ની માન્યતા આપી - Ahmedabad Airport SVPIA - AHMEDABAD AIRPORT SVPIA

અમદાવાદના એરપોર્ટ SVPIAને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. ACIએ SVPIAને લેવલ 2થી લેવલ 3ની માન્યતા આપી.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 7:19 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદ: અમદાવાદના એરપોર્ટ SVPIAને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. SVPI એરપોર્ટ હવે ACIમાં લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું છે. SVPI એરપોર્ટેને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલ્લાં 5 વર્ષમાં અનેકવિધ ASQ એવોર્ડ એનાયત થયા છે. ઑક્ટોબર 2022માં SVPIAને લેવલ 2 આપવામાં આવ્યું હતું. જે હવે અપગ્રેડ થઈને લેવલ 3 કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે.

ACI દ્વારા લેવલ 3 અપાયુંઃ એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશને એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા ગ્રાહકોના અનુભવ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા વિકસાવવામાં આવેલી બહુસ્તરીય માન્યતા ધરાવતો કાર્યક્રમ છે. લેવલ 3નો દરજ્જો એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહક વ્યૂહરચના જેવા પરિમાણોના આધારે આપવામાં આવે છે.

અનેક સગવડોઃ મુસાફરોના બહેતર અનુભવ અને મુસાફરીને વધુ સરળ બનાવવા SVPI એરપોર્ટે અનેક પહેલો અમલમાં મૂકી છે. જેમાં રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યામાં બમણો વધારો, મેડ ઈન ઈન્ડિયા રોબોટનો ઉપયોગ, ડિજી યાત્રા, સેલ્ફ બેગેજ ડ્રોપ, ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

સુવ્યવસ્થિત પરિવહનઃ સિટી એરપોર્ટ ટીમ મુસાફરોને વધુને વધુ સારી સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે, ગત વર્ષોમાં એરપોર્ટ ખાતે સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. ફોરકોર્ટમાં મીટ અને ગ્રીટ વિસ્તારમાં મુસાફરોના પ્રતિસાદના આધારે સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ સાથે પિક અપ અને ડ્રોપ લેનનો વિકાસ કરવામાં આવ્યો છે.

  1. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને મળી મોટી સિદ્ધિ, એરપોર્ટનું લેવલ અપગ્રેડ થયું - SVPI Airport
  2. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું પરંતુ ફ્લાઈટો પૂરતી સુવિધા ના અભાવે ઘટી, એરલાઇન્સ કંપની સુરત આવતી નથી - Surat International Airport

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.