લ્યો બોલો... હવે નકલી કોર્ટ ઝડપાઈ, ભેજાબાજે કર્યુ આવું કારસ્તાન - A FAKE COURT
અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટમાં એક નકલી કોર્ટ ઝડપાઈ છે. આ મુદ્દે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
Published : Oct 21, 2024, 10:56 PM IST
|Updated : Oct 22, 2024, 11:01 AM IST
અમદાવાદ: ગુજરાતમાં એક પછી એક નકલી ચીજવસ્તુ સહિત નકલી ઓળખાણ બતાવી ઠગાઇ કરતાં લોકોના તો ઘણા કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ અમદાવાદમાં તો એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં શહેરમાં હવે નકલી કોર્ટનો મામલો સામે આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ વાસ્તવિકતા છે કે, અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટમાં એક નકલી કોર્ટ ઝડપાઈ છે. આ મુદ્દે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદના ભદ્રમાં આવેલ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજીસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ આરોપીએ નકલી લવાદી બનીને વાંધાજનક જમીનોના ઓર્ડર કર્યા હતા, જોની તપાસ કરતાં સીટી સિવિલ કોર્ટ સામે જ તેનો પરદો ફાશ થયો હતો.
રજીસ્ટ્રાર હાર્દિક દેસાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, આરોપીએ અન્ય વ્યક્તિઓ સાથે ભાગીદારીમાં ગુનાહિત કાવતરું રચી સીટી સિવિલ એન્ડ શેસન સપોર્ટ નંબર 19 ભદ્ર ખાતેની દરખાસ્ત નંબર 618/2019 ના નામે દરખાસ્તરદાર ઠાકોર બાપુજી છનાજીના નામે આર્બિટ્રેટર એન્ડ કન્સીલીયેશન એક્ટ 1996 ની જોગવાઈઓ મુજબ પોતે ખોટી રીતે પોતાની જાતને આર્બિટ્રેટર તરીકે ગણાવ્યો હતો.
જે અંતર્ગત આરોપીએ ઠાકોર બાબુજી છનાજી તથા કલેકટર અમદાવાદ નામે કહેવાથી જમીન અંગેની તકરારમાં પોતાની જાતને આર્બિટ્રેટર તરીકે નીમી કાયદાની જોગવાઈનું પાલન કર્યા વિના ગેરકાયદેસર ઠરાવ પસાર કર્યો હતો. જેમાં પાલડી અમદાવાદના રીવન્યુ સર્વે નંબર 306 ટીપી નંબરના ફાઇનલ પ્લોટ નંબર 32ની સરકારની જમીન પચાવી પાડવા ફોટો ક્લેમ સ્ટેટમેન્ટ તથા arbitration proceeding ઉભા કરી ગેરકાયદેસર હુકમો પસાર કર્યા હતા. જે બાબતે નામદાર સીટી સિવિલ કોર્ટ અમદાવાદના રજીસ્ટ્રાર દ્વારા આ ગુનાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: