ETV Bharat / state

ખેડૂતોના નુકસાનનો કરાશે સર્વેઃ કૃષિમંત્રીની સુરેન્દ્રનગરમાં સમીક્ષા બેઠક - Rain in Surendranagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 8:43 PM IST

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કૃષિ વિભાગ દ્વારા વરસાદ બંધ થયા પછી જિલ્લા કક્ષાએ ખેડૂતોની નુકસાનીનો સર્વે કરવામાં આવશે.- Rain Updates of Gujarat

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક (Etv Bharat Gujarat)

સુરેન્દ્રનગર: ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરવા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. વરસાદના કારણે જિલ્લામાં 2 માનવ મૃત્યુ અને આકાશી વીજળી પડવાના લીધે 13 પશુઓના મૃત્યુ થયા છે. વરસાદ બંધ થયા બાદ જિલ્લાના કૃષિ વિભાગ દ્વારા ખેતીવાડીમાં થયેલા નુકસાન અંગેનો સર્વે કરવામાં આવશે.

જરૂરી માર્ગદર્શન આપ્યું અને એલર્ટ રહેવા સૂચન કર્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતાં ભારે વરસાદનાં પગલે સર્જાયેલ સ્થિતિ અને રાહત બચાવ કામગીરી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ કેબિનેટમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવતા જરૂરી માર્ગદર્શન આપી એલર્ટ રહેવા સૂચના આપી હતી. વધુમાં તેમણે વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી માટેનું આગોતરુ આયોજન કરવા આદેશ અપત્વા. આપવામા આવ્યો છે તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રીએ સૂચના આપી હતી. વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, ગંદકીનો નિકાલ કરાવવા સહિત રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ સહિતનાં તકેદારીના પગલાં ઝડપથી ભરવા, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, ભારે વરસાદના કારણે જિલ્લામાં ખેતીવાડીને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા અને તમામ વિભાગોને સંકલનમાં રહી કામગીરી કરવાનાં નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશ વરમોરા, શામજી ચૌહાણ, પી.કે. પરમાર, સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 18 ઇંચ વરસાદ, જાણો સંપૂર્ણ અહેવાલ - Heavy rain in Devbhoomi Dwarka
  2. ખેડામાં વરસાદ અને પૂર વચ્ચે ગર્ભવતી મહિલાને પ્રસૂતિ કરાવી હોસ્પિટલ ખસેડાઈ - Gujarat Rain Update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.