ETV Bharat / state

વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર - Agricultural relief package

ગુજરાતમાં ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે. સરકારે રૂ. 350 કરોડની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે. Agricultural relief package

વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર
વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 10:06 PM IST

વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર (Etv Bharat gujarat)

ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે. સરકારે રૂ. 350 કરોડની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે. રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે. 272 ટીમોએ વિગતવાર સર્વે હાથ ધરાયો હતો. SDRFના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.

સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું: વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય: જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપઅપ સહાય અપાશે: અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી અને રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપઅપ સહાય અપાશે. બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે: વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.5,000 સહાય મળી કુલ રૂ.22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઇ 2024ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.

  1. શક્તિપીઠ અંબાજી ખાતે ધોધમાર વરસાદ, વડગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો - Rain in Ambaji
  2. રાજકોટમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે આરોપી અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ - Two accused arrested in rape case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.