ETV Bharat / state

મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કરી મોટી જાહેરાત, અગ્નિવીરોને હથિયારધારી પોલીસ અને SRPની ભરતીમાં પ્રાધાન્ય અપાશે - AGNIVEER - AGNIVEER

અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ((Etv Bharat Gujarat (File Photo)))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 10:55 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકાર તરફથી પણ અગ્નિવીર યોજનાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે. હથિયારધારી પોલીસ અને SRPની ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અગ્નિવીરો માટે અનામત કોટા દાખલ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જાહેરાત કરી

અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે.

અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે.

સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે.

  1. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી - PARIS OLYMPICS 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.