ETV Bharat / state

રાજકોટ ટીઆરપી મોલ આગ દુર્ઘટના બાદ જુનાગઢ કોર્પોરેશન હરકતમાં, લોકોની અવરજવર વાળા વિસ્તારોને કરાયા સીલ - JUNAGADH FIRE NOC BU CERTIFICATE - JUNAGADH FIRE NOC BU CERTIFICATE

રાજકોટની આગ દુર્ઘટના બાદ જૂનાગઢની મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હવે આગને લઈને સંભવિત ઘટનાઓ દૂર કરી શકાય તે માટે એક્શનમાં આવતી જોવા મળી રહી છે. 26 તારીખથી લઈને અત્યાર સુધીમાં લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળોએ તપાસ કરીને આવા સ્થળો પર ફાયર એનઓસી નહીં હોવાને કારણે સીલિંગની પ્રક્રિયા શરૂ કરી છે. JUNAGADH FIRE NOC BU CERTIFICATE

જુનાગઢ કોર્પોરેશન હરકતમાં
જુનાગઢ કોર્પોરેશન હરકતમાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 10:53 PM IST

જૂનાગઢ: રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં 27 જેટલી માનવ જિંદગી બળીને ભસ્મિભૂત થઈ ગઈ છે ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે જગ્યા પર લોકોની વધારે અવરજવર હોય કે, દિવસ દરમિયાન વધુ લોકો આવા સ્થળ પર જઈ રહ્યા છે અથવા તો જવાની પૂરી શક્યતા છે તેવા તમામ સ્થળો પર ગત રવિવારથી જ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે ત્રણ દિવસ બાદ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા કેટલાક પાર્ક હોટેલમાં મનોરંજન માટે ઉભા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને સિનેમાની સાથે સાથે શોપિંગ મોલને પણ સીલ કરવાની પ્રક્રિયા ધરી હતી.

જુનાગઢ કોર્પોરેશન
જુનાગઢ કોર્પોરેશન (Etv Bharat Gujarat)
જુનાગઢ કોર્પોરેશન
જુનાગઢ કોર્પોરેશન (Etv Bharat Gujarat)

આજે કેટલાક સ્થળો પર કરાયા સીલ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જયશ્રી સિનેમાને ફાયર સેફટીનું પ્રમાણપત્ર ન હોવાને કારણે સીલ કરી દીધી છે. તો બીજી તરફ મોતીબાગ નજીક આવેલો રિલાયન્સ શોપિંગ મોલ તેમજ ઝાંઝરડા રોડ પર આવેલા રિલાયન્સ ટ્રેડ મોલમાં બીયુ પરમિશન કે ફાયર સેફટીને લઈને એન.ઓ.સી નહીં હોવાને કારણે સીલ કરી દેવામાં આવી છે. તો ટીંબાવાડી નજીક આવેલા ક્રોમા મોલને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અગાઉ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂરજ ફોન વર્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને સુરજ સિનેપ્લેક્સમાં પણ આ પ્રકારની ગતિવિધિ બંધ થાય તે માટે સીલ કરવામાં આવ્યા હતા અને એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ સુરજ સિનેપ્લેક્સનું ફાયર એન.ઓ.સીનુ પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. જેથી તેને બંધ કરવામાં આવ્યું છે. આ સિવાય ભવનાથમાં આવેલ ફર્ન રિસોર્ટમાં પણ વિવિધ ગેમોને લઈને ઊભા કરવામાં આવેલા વિભાગમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હોસ્પિટલ, બહુમાળી ભવનો, શાળા, કોલેજ સહિત અનેક એવા વ્યાપારિક બાંધકામો છે કે જેમાં બી યુ પરમિશન અને ફાયર એન.ઓ.સી નહીં હોવાને કારણે તેમાં સીલીંગની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

1.કામરેજના કઠોર ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ, સેંકડો અશ્વો વચ્ચે રોમાંચક મુકાબલો - Surat News

2.ફાયર સેફ્ટી મુદ્દે સરકારનું "ફાયરબ્રાન્ડ" વલણ, ફાયર સેફટી વિના ધમધમતી શાળા, કોલેજ, ધાર્મિક સંસ્થાઓ સામે દાખલ થશે ગુનો - Rajkot Game Zone Fire Accident

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.