અમદાવાદ: બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે નવા નવા ખુલાસાઓ સામે આવતા જાય છે. એક બાજુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સરકારી બાબુઓની આશંકા વ્યક્ત કરી તેમના નિવેદન લેવા તરફ તપાસ આગળ વધારી છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મળેલી બેઠકમાં પણ આ મામલે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM-JAY માટે અલગથી SOP બનાવાશે: ખ્યાતિ હોસ્પિટલના થયેલા કાંડ બાદ હવે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી આરોગ્ય વિભાગની બેઠકમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ આવનારા સમયમાં ન બને અને સરકારી યોજનામાં પૈસા કમાવા માટે આવા કાવતરા હોસ્પિટલો ન કરે અને સામાન્ય લોકોનો જીવ ન જોખમાય તે માટે PM- JAY ને લઈને એક SOP બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાર્ડ કઢાવવાની પ્રક્રિયાનું સુયોગ્ય મોનિટરિંગ: આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "PM-JAY યોજના અંતર્ગત કાર્ડ કઢાવવાથી માંડીને પેમેન્ટ થાય ત્યાં સુધી સતત સુદ્રઢ મોનિટરિંગ અને કોઈપણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય હેરાન ન થવું પડે તેનું ધ્યાન રખાશે, આ જેટલી પ્રક્રિયા છે તેમાં 6 મહત્વની પ્રક્રિયાઓ છે. જેમ કે, કેન્સર, હાર્ટ અન ન્યુરો માટેના SOP માટે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેના કેમ્પ માટેની ગાઇડલાઇન બનાવવામાં આવશે.
આરોગ્ય વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય: વધુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા બેઠકમાં 4 કલાક ચર્ચા બાદ આ SOP બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. નવી SOP દ્વારા ઠીક કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: