રાજકોટ: રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ સંતો સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ રોષ સાથે મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી છે. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો અને અન્ય એક વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થઈ ગયેલ છે પરંતુ આ બાબતે અભ્યાસ માટે તકલીફો પડી રહી છે.
ગુરુકુળમાં આપેલ ફી પરત ન મળતા રોષ: અહીંયા બહાર ગામથી વાલીઓ પોતાના સંતાનોને પરત લઈ ગયેલા છે. પરંતુ આ વિવાદ બાદ પોતાના સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ તેમનું એડમીશન કરાવું શક્ય બન્યું છે. ત્યારે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ અને અભ્યાસ માટે આપેલ ફી પરત લેવા માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. આ ધક્કાઓ બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયા હતા. પરંતું સંસ્થા દ્વારા ફી પરત આપવામાં આવી ન હતી. જેથી ગરીબ પરીવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાના સંતાનોને એડમિશન માટે ફી ન હોવાથી અને ગુરુકુળમાં આપેલ ફી પરત ન મળતા રોષ ફેલાયો છે.
ફી પરત ન મળવાથી મુશ્કેલીઓ: ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ એડમિશન મળી રહે તે માટે હાલ વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળેલ છે. જેમાં વાલીઓની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક સંસદ આ ઘટનામાં રસ લે. ઉપરાંત વાલીઓ અને વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામા સામે આવે. તેમજ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ અને તેની સંસ્થામાં અભ્યાસ માટે કોઈ વાલીઓએ 25000, કોઈ વાલીઓએ 18000 હજાર, તો કોઈ વિધાર્થીઓએ 15000 હજાર જેવી રકમ ફી માટે જમા કરી હતી. પરંતુ હવે સંસ્થાએ ફી પરત આપેલ નથી. જેથી ગરીબ પરીવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસ માટે અન્ય જગ્યાએ એડમિશન પણ મળી રહ્યું નથી. ભરેલ ફી પરત ન મળવાથી મુશ્કેલીઓ વાલીઓને વેઠવી પડી રહી છે.
ઉપરાંત, આ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ એવુ પણ જણાવ્યું છે કે જ્યારે ઘટના બાદ વિધાર્થીનીઓને અભ્યાસ ખંડમા બરજબરી પૂર્વક રૂમમા પુરી રાખવામા આવેલ હતી. તેવો સંસ્થામામ અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ આક્ષેપ કરેલ છે અને અન્ય વાલીએ જણાવ્યું છે કે આવા સંસ્થાપકો જો જવાબદાર હોય તો તેમને કડક સજા થવી જોઈએ.