ETV Bharat / state

મેઘરાજાએ પડખું ફેરવ્યું : નવસારી અને જલાલપોર તાલુકામાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો - Navsari Weather Update - NAVSARI WEATHER UPDATE

લાંબા વિરામ બાદ મેઘરાજા પડખું ફેરવતાં સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી શહેર પણ વરસાદી માહોલમાં ફરી રંગાયું છે. નવસારી અને જલાલપુર તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

મેઘરાજાએ પડખું ફેરવ્યું
મેઘરાજાએ પડખું ફેરવ્યું (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 12, 2024, 2:49 PM IST

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો (ETV Bharat Reporter)

નવસારી : લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ પડખું ફેરવતાં સમગ્ર જિલ્લા સહિત નવસારી શહેર વરસાદી માહોલમાં ફરી રંગાયું છે. નવસારી તાલુકા અને જલાલપુર તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

સવારથી શરુ થયો વરસાદ : નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી નવસારી શહેરમાં ઉકળાટ ભર્યું વાતાવરણ હતું, પરંતુ સવારથી ઝરમર વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ચાર કલાકમાં બે ઈંચ વરસાદ : નવસારી શહેરીજનોને મહદ અંશે બફારાથી રાહત મળી છે. શહેરના ગ્રીડ રોડ, કલિયાવાડી, કબીલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા હતા. વહેલી સવારથી નવસારી અને જલાલપોર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.

વાવણીલાયક વરસાદ : હાલ જે પ્રમાણે નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, તે ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. કારણ કે નવસારી જિલ્લામાં 50 હજારથી વધુ હેક્ટરમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. હાલ વાવણીલાયક વરસાદ હોવાથી તેનો સીધો ફાયદો ડાંગર પકવતા ખેડૂતોને થશે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

સાર્વત્રિક વરસાદની આગાહી : 15 દિવસ અગાઉ નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે મેઘતાંડવ કર્યું હતું. જેને લઈને નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં લાખો લોકો પ્રભાવિત બન્યા હતા. હાલ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે.

  1. છલોછલ ભરેલો જૂજ ડેમનો આકાશી નજારો, ખેડૂતોમાં આનંદનો માહોલ
  2. નવસારી શહેરમાં 15 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા વરસ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.