ગાંધીનગર: લોકસભા ચુંટણી તટસ્થ અને ન્યાયી કરવા માટે ચુંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચીવને હટાવવામાં આવ્યા છે. આ રાજ્યોમાં ચુંટણી દરમિયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પંચ દ્વારા ગૃહ સચીવને હટાવવામાં આવ્યા છે. ગુજરાતના ગૃહ સચીવ પંકજ જોશીને પણ હટાવવાનો આદેશ પંચે કર્યો છે.
કોણ છે એ.કે.રાકેશ: ચૂંટણી પંચના આદેશ બાદ IAS એ.કે.રાકેશની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. 1989ની બેચના અધિકારી રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતાં. ચૂંટણી પંચે આજે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ આપ્યા બાદ ગુજરાતમાં એ.કે.રાકેશની નિમણૂક કરાઈ છે.
પકંજ જોશીનું લેશે સ્થાન: પંકજ જોશી વર્ષ 1989 બેચના આઇએએસ અધિકારી છે. તેમણે અગાઉ નાણા, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગમાં પણ સચીવ તરીકે ફરજ બજાવી છે. પંકજ જોશી અધિક ગૃહ સચીવ તરીકે કાર્યરત હતા. ગૃહ સચીવ તરીકે મુકેશ પુરી નિવૃત થયા બાદ તેમના સ્થાને પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પકજ જોશી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ તરીકે પણ કાર્યરત છે.
ચૂંટણી પંચનો મોટો નિર્ણય: જે સાત રાજ્યના ગૃહ સચીવને હટાવવામાં આવ્યા તેની પાસે જે તે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયનો પણ ચાર્જ હતો. બેવડા ચાર્જને કારણે ગૃહ સચીવોને હાટવવામાં આવવવાની સંભાવના છે. ચૂંટણી પંચના આદેશ બાદ પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવ્યા બાદ વિવેક સહાયને નવા ડીજીપી બનાવાયા છે. પશ્ચિમ બંગાળ સરકારે સંજય મુખરજી, રણવીર કુમાર અને ડૉ. રાજેશ કુમારમાંથી કોઈ એકને નવા ડીજીપી બનાવવાની ભલામણ કરી હતી. જોકે ચૂંટણી પંચે તેમની ભલામણનો અસ્વિકાર કર્યો છે.