ETV Bharat / state

21000 કરોડના હેરોઈન કેસનો આરોપી પોલીસ પકડથી દૂર, આરોપી વિદેશ નાસી છૂટ્યો હોવાની શંકા - કચ્છ ડ્રગ કેસ - કચ્છ ડ્રગ કેસ

સપ્ટેમ્બર 2021માં મુન્દ્રા પોર્ટ પરથી હેરોઈનનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી છટકી જવામાં સફળ થયો હતો ત્યારે હજુ સુધી પોલીસ આ આરોપીને પકડી શકી નથી અને કહેવાઈ રહ્યુ છે કે આરોપી વિદેશ નાસી છુટ્યો છે

કચ્છ ડ્રગ કેસ
કચ્છ ડ્રગ કેસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 7:48 PM IST

કચ્છ: સપ્ટેમ્બર 2021માં મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસ્ડ ટેલ્ક પાવડરની આડમાં 2,988 કિલો હેરોઇન ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ હતુ. બહુચર્ચિત એવા 21000 કરોડના હેરોઇન પ્રકરણમાં અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તથા આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યાર બાદ આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.તો આ કેસમાં સંડોવાયેલ આરોપી જોબનજીતસિંઘ સંધુને અમૃતસરથી ભુજ પરત લાવતી વખતે તે નાસી છૂટ્યો હતો જે છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે.

વિવિધ કલમો હેઠળ ફરિયાદ: કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલ હેરોઈન કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસ કરી રહી છે. NIAએ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 2988.21 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવા સંબંધિત તથા હેરોઈનની પ્રાપ્તિ અને ડિલિવરીમાં વિદેશી નાગરિકોની સંડોવણી અંગે UA (P) એક્ટ 1967ની કલમ 17, 18, NDPS એક્ટ 1985ની કલમ 8(c) અને 23 તથા ઇન્ડિયન પેનલ કોડ 1860ની કલમ 120 B હેઠળ કેસ નોંધ્યો હતો.

9 આરોપીઓની ધરપકડ: આ કેસમાં અત્યાર સુધીમાં આયાતકાર પેઢી સહિત સાત જેટલી પેઢીના કુલ 42 લોકો સામે તપાસ ચાલી રહી છે. આંધ્રપ્રદેશના વિજયવાડાની આયાતકાર આશી ટ્રેડિંગના માલિક દંપતિ સુધાકર તેમજ ત્રણ અફઘાનિસ્તાની, એક ઉઝબેક નાગરિક અને અન્ય ભારતીય વ્યક્તિઓ મળીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટયો: આ ડ્રગ્સ કાંડ કેસમાં પાલારા જેલ હવાલે કરાયેલો આરોપી જોબનજીતસિંઘ સંધુને 14મી ફેબ્રુઆરીના રોજ અમૃતસરથી પરત લાવવામાં આવી રહ્યો હતો તે વખતે જાજરૂ જવાનાં બહાને તે નાસી છૂટયો હતો.જેને શોધવા પંજાબ અને ગુજરાત પોલિસ કામે લાગી હતી. આ આરોપી હજી પણ પોલીસ પકડથી બહાર છે.

આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર: કચ્છની પાલારા ખાસ જેલમાં કેદ અમૃતસરના જોબનજીતસિંઘ સંધુને અમૃતસરમાં ચાલતાં કેસની મુદ્દત હોઈ ફેબ્રુઆરી માસમાં ભુજની પાલારા જેલમાંથી અમૃતસર લઈ જવાયો હતો. ભુજ પોલીસ હેડક્વાર્ટરના રીઝર્વ સબ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ જેટલા પોલીસ કર્મચારીના જાપ્તા હેઠળ જોબનજીતસિંઘને અમૃતસર સેશન્સ કૉર્ટમાં રજૂ કર્યા બાદ જ્યારે પોલીસ તેને ભુજની પાલારા ખાસ જેલ માટે પરત લઇ આવવા રવાના થઈ હતી ત્યારે તે જાજરૂ જવાનું બહાનુ કરીને પોલીસ જાપ્તાના કર્મચારીઓની નજર ચૂકવીને નાસી ગયો હતો.

પંજાબ અને કચ્છ પોલીસે તપાસ હાથ ધરી હતી: જોબનજીતસિંઘના ફરાર થયાં બાદ પોલીસ કર્મચારીઓ આસપાસના રાયડાના ખેતરો ખૂંદી વળ્યાં હતાં તેમજ આસપાસ છુપાઈ શકે તેવા વિસ્તારોમાં પણ સઘન તપાસ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. ગુજરાત પોલીસને આરોપી હાથે ના લાગતા પંજાબની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

21000 કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવણી: જોબનજીતસિંઘ સંધુ ડ્રગ્સ સિન્ડિકેટ માટે કામ કરતો હતો અને તેના નામે રાજસ્થાન પંજાબ અને ગુજરાત સહિત અનેક જગ્યાએ ગુના નોંધાયેલા છે. વર્ષ 2021માં કચ્છના મુન્દ્રા ખાતેના 21000 કરોડના ડ્રગ્સ કેસમાં પણ તેની સંડોવણી ખુલી હતી. આ ઉપરાંત અમૃતસર ખાતે પણ તેની સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયેલો છે.

ડ્રગ્સ સિન્ડિકેટ માટે કામ કરતો હતો: જોકે અમૃતસરથી ભુજની પાલારા જેલ ખાતે પરત લઈ આવવા સમયે નાસી ગયેલ આરોપી જોબનજીતસિંઘ દોઢ મહિનો સમય વીતી ગયા છતાં હજુ પોલીસની પકડથી બહાર છે ત્યારે તે વિદેશ નાસી ગયો હોવાની શંકા પણ સેવાઈ રહી છે. ડ્રગ્સ સિન્ડિકેટનો આરોપી જોબનજીતસિંઘ સંધુને અમૃતસરથી ભાગી જવા માટે કોણે મદદ કરી હતી તેની તપાસ પણ હજી સુધી કરવામાં આવી નથી.

વિદેશ નાસી છૂટ્યો કે દેશમાં જ છે તે તપાસનો વિષય: સમગ્ર કેસ મામલે કચ્છ પોલીસ દ્વારા હાલમાં શું તપાસ ચાલી રહી છે તે અંગની વધુ માહિતી મેળવવા માટે etv Bharat દ્વારા પશ્ચિમ કચ્છ એસ.પી.મહેન્દ્ર બગડિયાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો તો સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમણે જણાવ્યું હતું કે હજી સુધી તે પોલીસની પકડમાં નથી આવ્યો વિદેશ નાસી છૂટયો કે દેશમાં જ સંતાયો છે તે પોલીસની તપાસનો વિષય છે.

  1. સુગર મિલોના ભાવને લઇ માંગરોળના ખેડૂતોમાં રોષ, મામલતદારને અપાયું આવેદનપત્ર - sugar mill price
  2. સુરતમાં સુસાઇડ નોટ લખી બેંક મેનેજરનો આપઘાત, સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ - bank manager suicide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.