સુરત :આ કેસની વિગત મુજબ તા. 05 જૂન 2012ના રોજ સવારના સમયે આંબાવાડી કાળીપુલથી આગળ અકબર સઇદના ટેકરામાં જાહેરમાં જ ભાઠેનાના પંચશીલનગરમાં રહેતા યુનુસ બિસમીલ્લા શેખ માંસના ટુકડા વેચતો હતો. સલાબતપુરા પોલીસે ત્યારે છાપો મારીને જાહેરમાં પડેલું માંસ તેમજ તેને વેચનાર યુનુસ શેખને પકડી પાડ્યો હતો. એફએસએલમાં તપાસ કરાવતા આ માંસના ટુકડામાં ગૌમાંસ નીકળ્યું હતું. સલાબતપુરા પોલીસે યુનુસ શેખની સામે આઈપીસી-295 અને પશુ સંરક્ષણ ધારાની કલમ-5, 6 તેમજ 6(ખ)(1) મુજબ ગુનો નોંધ્યો હતો.
ઢોર કશુ બોલી શકતા નથી: આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેશ મોડે દલીલો કરી હતી કે, ઢોર કશુ બોલી શકતા નથી પરંતુ તેમની ઉપરની ક્રૂરતા અદાલત ધ્યાને લઇ શકે છે. આ કેસમાં વધુમાં વધુ ત્રણ વર્ષની કેદની સજા તેમજ 50 હજારના દંડની જોગવાઇ છે. જો આરોપીને પ્રોબેશનનો લાભ મળશે તો સમાજમાં અવળી અસર થશે.
હિન્દુ ધર્મની લાગણી દુભાવી: સાથે તેઓ જણાવ્યું હતું કે, એડિ. જ્યુડિ. મેજી. ફ.ક્. અમિત રમેશચંદ્ર ત્રિવેદીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, ગાય, વાછરડું કે નંદી એ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક છે. ગાયમાં તેંત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને હિંદુ કથાઓ મુજબ ગાયને દેવી કામાધાન્ય તરીકે સરખાવાયા છે. શ્રીકૃષ્ણનો ગાયો તથા વાછરડા સાથેનો સંબંધ તેમની પવિત્રતા અને તેઓ ગાયોને જે રક્ષણ આપે છે તેના આધારિત છે. ગાયના દૂધ અને ત્યારબાદ ઘી, દહી અને માખણનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં પૂજા સામગ્રી અને પ્રસાદ માટે થાય છે. આરોપીએ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક એવા ગૌવંશની કતલ કરીને તેનું માંસ વેચતા હોય હિન્દુ ધર્મની લાગણી દુભાવી હોવાનું કારણ માનવાને લાયક છે તેમ ટાંકીને ત્રણ વર્ષની કેદ અને 5 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો.
1.40,000ની લાંચ લેતા CID ક્રાઈમના PSI રંગે હાથે ઝડપાયા, ACBની ટ્રેપ સફળ રહી - Gandhinagar Crime News
2.કરમાળા ગામમાં કરૂણ અકસ્માત, બાઇકની ટક્કરે બાળકનું મોત - Accident in Surat