ભાવનગર: વર્ષો પહેલા દિવાળીના સમયમાં રોજમેળનું ખૂબ જ મહત્વ હતું. જો કે હાલમાં રોજમેળનું મહત્વ ઘટી ગયું છે અને કોમ્પ્યુટર યુગમાં ટેકનોલોજીએ તેનું સ્થાન લઈ લીધું છે.
હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રોજમેળની પૂજા આજે પણ દિવાળીના દિવસે થાય છે, ત્યારે રોજમેળ વેચનારા વ્યાપારી શું કહે છે. ચાલો જાણીએ.
રોજમેળનું સ્થાન કોમ્પ્યુટરે લીધું: હિન્દુ ધર્મમાં દિવાળી એટલે નવા વર્ષની શરૂઆતનો પ્રારંભનો દિવસ કહેવામાં આવે છે. દિવાળીના સમયે હિંદુ ધર્મમાં જૂના જમાનામાં આખા વર્ષ દરમિયાન કરેલી આર્થિક લેતી-દેતીનો હિસાબ રોજમેળમાં રાખવામાં આવતો હતો. પરંતુ આજે કોમ્પ્યુટર યુગમાં આ રોજમેળનું સ્થાન હવે કોમ્પ્યુટરે લઈ લીધું છે. જેને પગલે રોજમેળનું મહત્વ ઘટી ગયું છે.
દિવાળીમાં રોજમેળનું પૂજન પૂરતું જ મહત્વ: કોમ્પ્યુટર યુગમાં રોજમેળનું મહત્વ ઘટી ગયું છે. આમ છતાં પણ દિવાળીના દિવસે ચોપડા પૂજનમાં રોજમેળની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે રોજમેળ વેંચતા રૂશાંક ભડીયાદ્રાએ જણાવ્યું હતું કે, પહેલાની જેમ રોજમેળમાં સંપૂર્ણ હિસાબ કિતાબ રાખવામાં આવતો હતો અને તેનું પૂજન દિવાળીના દિવસે થતું હતું. પરંતુ આજે કોમ્પ્યુટરે સ્થાન લઈ લીધું છે. આથી રોજમેળની માત્ર ચોપડા પૂજનના દિવસે પૂજનમાં મૂકવા પૂરતી જ ખરીદી થઈ રહી છે. જો કે રોજમેળના ભાવ 50 થી લઈને 500 રૂપિયા સુધીના છે. જેમાં કોઈ વધારો થવા પામ્યો નથી.
આ પણ વાંચો: