ETV Bharat / state

અમદાવાદ-ઈન્દોર હાઇવે પર એક પછી એક ધડાકાભેર 4 ટ્રક વચ્ચે અકસ્માત, આર્મીનો દારુ લઈ જતી ટ્રક રિવર્સ લેતા બની ઘટના - Accident between four trucks - ACCIDENT BETWEEN FOUR TRUCKS

દાહોદ જિલ્લાના જાલત ગામે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક ક્લિનર ઈજાગ્રસ્ત થતા તેને ટ્રકમાંથી બહાર કાઢવા રોકાયેલા અન્ય ટ્રકને બીજી ટ્રકે ટક્કર મારતા 4 ટ્રકોને ભારે નુકસાન થયું હતું. Accident between four trucks

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઇવે પર એક પછી એક 4 ટ્રકો વચ્ચે અકસ્માત
અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઇવે પર એક પછી એક 4 ટ્રકો વચ્ચે અકસ્માત (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 4:55 PM IST

દાહોદ: જિલ્લાના જાલત ગામે અમદાવાદ ઈન્દોર હાઇવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક ક્લિનર ઈજાગ્રસ્ત થતા તેને ટ્રકમાંથી બહાર કાઢવા રોકાયેલા અન્ય ટ્રકને બીજી ટ્રકે ટક્કર મારતા 4 ટ્રકોને ભારે નુકસાન થયું હતું. જોકે રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ટ્રકમાં દારૂ હોવાનું ખુલતા દાહોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

2 ટ્રકોનો અકસ્માત થયો: મળતી વિગતો મુજબ દાહોદના જાલત ગામ નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પર અવંતિકા રિસોર્ટ નજીક 2 ટ્રક એક બીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, 2 ટ્રક વચ્ચે અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ અકસ્માતમાં ઘાયલ ટ્રકના ક્લિનરને બહાર કાઢતા વેળાએ અન્ય ટ્રક ચાલક પોતાની ટ્રક રોડની સાઈડમાં ઊભી કરીને ઈજાગ્રસ્ત ક્લિનરને ટ્રકમાંથી બહાર કાઢવા મદદે આવ્યો હતો, તે સમય દરમિયાન મદદે ગયેલા ટ્રકચાલકની ટ્રકને અન્ય એક ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા ટ્રકને મોટું નુકસાન થયું હતું.

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઇવે પર એક પછી એક 4 ટ્રકો વચ્ચે અકસ્માત (Etv Bharat gujarat)

ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી: સ્થાનિકોએ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઈજાગસ્તને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જાલત ગામે હાઇવે પર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળતા દાહોદ ડિવિઝનના DySP જગદીશ ભંડારી પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરતા નેશનલ હાઇવેના કર્મચારીઓ પણ ક્રેન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી અકસ્માત થયેલી બંને ટ્રકોને સાઈડમાં ખસેડીને રસ્તો પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો.

એક ટ્રકમાં મિલિટ્રી પરમિટવાળો વિદેશી દારુ: હાઇવે પર અકસ્માત થતા 1 કલાક સુધી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે પર અવંતિકા રિસોર્ટ નજીક મિલિટ્રીનો પરમીટવાળો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રકનો ચાલક ટ્રકને રિવર્સમાં લઈ રહ્યો હતો. તે સમયે પાછળથી આવતા ટ્રક સાથે આ ટ્રક અથડાયો હતો. જે બાદ તેની પાછળ આવી રહેલા ટ્રકે મદદ માટે ઊભી રાખતા તેની પાછળ આવી રહેલા ટ્રક ચાલકે આગળ ઊભેલી ટ્રકને ટક્કર મારી હતી. જેના પગલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકમાં અમદાવાદ મિલેટ્રી કેમ્પમાં લઈ જવાનો પરમીટવાળો વિદેશી દારૂ ભરેલો હતો. જેને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આર્મીના ઓફિસરો મામલતદાર ઓફિસે આવ્યા: જેમાં મળતી માહિતી અનુસાર એક્સાઇઝ વિભાગની મંજૂરીથી મધ્યપ્રદેશથી અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા મિલિટ્રી બેસ કેમ્પમાં લઈ જવાતો આ વિદેશી દારૂ પરમિટ વાળો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આર્મીના ઓફિસર્સ આ બાબતે મામલતદાર ઓફિસ દાહોદ આવ્યા છે અને મુદ્દામાલ ચેક કર્યા બાદ જો વધારે નુકસાન હશે. તો આ ટ્રકને પુનઃ મધ્યપ્રદેશ ખાતે મોકલી દેવાશે. નહીંતર અમદાવાદ આર્મી બેસ કેમ્પમાં લઈ જવામાં આવશે તેવું જણાવ્યું હતું.

  1. આ પણ વાંચો:
    જૂનાગઢના આંગણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી 13 દિવસ કરશે રોકાણ, જાણો કેવા થશે ઉત્સવ-પ્રસંગો - Mahant Swami of BAPS Sect
  2. રાજકોટમાં નવરાત્રિ ગાઈડલાઇન જાહેર: ફાયર NOC સહિત ડિક્લેરેશનની 4 કોપી આપવી ફરજિયાત - Guidelines for Navratri 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.