ETV Bharat / state

રાજકોટ ACBએ મુંબઈ પોલીસના PI અને વચેટીયા પર 10 લાખની લાંચ મામલે ગાળિયો કસ્યો - ACB Gujarat caught Mumbai PI - ACB GUJARAT CAUGHT MUMBAI PI

રાજકોટના એક વ્યક્તિને મુંબઈમાં નોંધાયેલા ગુનામાં હેરાનગતી નહીં કરવાના રૂપિયા 10 લાખની માગણી કરવાના ગુનામાં મુંબઈ પોલીસના ઈન્સપેક્ટર અને તેની મદદ કરતા રાજકોટના જ વચેટીયાને લઈને એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. હવે આ મામલે પીઆઈ સામે પણ કાયદાનો ગાળિયો કસાયો છે. - ACB Gujarat caught Mumbai PI

રાજકોટ એસીબીએ લાંચ કેસમાં એકને ઝડપ્યો
રાજકોટ એસીબીએ લાંચ કેસમાં એકને ઝડપ્યો (ACB Department Rajkot)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 10:39 PM IST

રાજકોટઃ રાજકોટ એસીબીએ મુંબઈ પોલીસમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઈ અને તેના વચેટીયા સામે કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના એક ગુનામાં રાજકોટમાં રહેતા એક વ્યક્તિને નોટિસ મોકલીને તેની પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેને લઈને એસીબી દ્વારા છટકું ગોઠવાતા રાજકોટમાં મુંબઈના પીઆઈ માટે કામ કરતા એક વચેટીયાને ઝડપી પાડ્યો હતો. સાથે જ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં આક્ષેપીત માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર.એ.પાગરે માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા એક ગુના મામલે રાજકોટ ખાતે રહેતા એક વ્યક્તિને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટિસ મોકલી હતી. એસીબીએ જણાવ્યા અનુસાર, જેને લઈ વચેટીયા એવા જયમીન સાંવલિયા કે જે રાજકોટનો જ રહેવાસી છે તેણે પીઆઈના કહેવાથી સામેથી આ વ્યક્તિનો સંપર્ક કરતા જણાવ્યું કે, તમોને નોટિસ ઇસ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનનાં પોલીસ અઘીકારી મારા ઓળખીતા છે અને તેઓ સાથે રાજકોટના વ્યક્તિનો સંપર્ક કરાવતા પીઆઈએ માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુનામાં તેમની ધરપકડ તથા હેરાનગતી નહીં કરવાના ૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) રુપીયાની માંગણી કરી હતી. તે રુપયા તેમણે આ વચેટીયાને આપવા જણાવ્યું હતું.

જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને નક્કી કરેલા અને ગોઠવેલા લાંચના છટકા દરમ્યાન તેમની સાથે વચેટીયાએ હેતુલક્ષી વાતચીત કરી રુ.૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ઉપરાંત છટકા પ્રમાણે રુ.૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) લાંચના નાણા સ્વીકારી પીઆઈ સાથે લાંચનાં નાણા મળ્યાની ખાત્રી બાબતની ટેલીફોનીક વાતચીત કરાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી. જેને લઈને વચેટીયાને ત્યાં જ એસીબીએ દબોચી લીધો હતો. સાથે જ એસીબીએ પીઆઈ દીગંબર પાગરેને પણ ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત: જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા - DRUGS IN GUJARAT
  2. વડોદરામાં જૈન મૂનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા: કહ્યું... "ધારાસભ્યોને માત્ર સત્તા જોઈએ છે" - flood situation in Vadodara

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.