ETV Bharat / state

વડોદરાના રાણિયા ગામ પાસે યુવક બાઈક સાથે ગટરમાં પટકાયો, અકસ્માતમાં મોત - Accident in Vadodara

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા- સાંકરદા રોડ પાસે રાણિયા ગામ નજીક વહેલી સવારે બાઈક સવારનો અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. Accident in Vadodara

મયુરસિંહ મહેન્દ્રસિંહ ભૂમેલા
મયુરસિંહ મહેન્દ્રસિંહ ભૂમેલા
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 12:27 PM IST

વડોદરા: સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો તાત્કાલિક જ દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને અકસ્માત અંગેની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનનો મૃતદેહ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

બાઈક સવારનો અકસ્માત

બનાવની વિગત: જાણવા મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં રહેતો 19 વર્ષીય મયુરસિંહ મહેન્દ્રસિંહ ભૂમેલા મંજુસર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. મયુરસિંહ વડોદરા નજીક આવેલા શેરખી ગામમાં મોડી સાંજે એક મિત્રના લગ્રમાં ગયો હતો. મિત્રના લગ્નમાં હાજરી આપીને વહેલી સવારે પરત ભાદરવા ફરી રહ્યો હતો તે દરમિયાન ભાદરવા અને સાંકરદા ગામની વચ્ચે આવેલ રાણિયા ગામ પાસેની ગટરમાં પોતાના બાઈક સાથે પટકાયો હતો. આ અકસ્માતમાં તેનું ધટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ ઘટના સ્થળે દોડી આવી: ભાદરવા અને સાંકરદા રોડ ઉપરથી પસાર થઈ રહેલ બાઈક ચાલકના અકસ્માતની જાણ ભાદરવા પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો મેળવી ઉપરથી મળેલી મોટરસાઇકલના નંબરના આધારે લાશની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાના રહસ્યમય અકસ્માતમાં મોતને ભેટેલ યુવાન ભાદરવા ગામનો મયુરસિંહ ભૂમેલા હોવાનું બહાર આવ્યું હતું.

મિત્રના લગ્નમાંથી પરત આવતા કાળ ભરખી ગયો: આ રહસ્યમય અકસ્માતમાં મોતને ભેટેલ ‌મયુરસિંહના કાકાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે,મિત્રના લગ્ન હોવાથી તે ગયો હતો. વહેલી સવારે પોતાની મોટરસાઇકલ ઉપર ભાદરવા ઘરે આવી રહ્યો હતો. તે સમય દરમિયાન રાણિયા ગામ પાસે અકસ્માતમાં મોતને ભેટ્યો છે.વઘુમાં જણાવ્યું હતું કે, ભત્રીજો શેરખી ગામમાં રહેતો હતો.

પરિવારજનો ધટના સ્થળે: સમગ્ર બનાવવાની જાણ ભાદરવા પોલીસે તેના પરિવારજનોને કરતા પરિવારજનો તાત્કાલિક ઘટનાના સ્થળે દોડી આવ્યા હતા. મયુરસિંહની લાશ જોતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને ભારે શોક પ્રવર્તી ગયો હતો. આ બનાવને પગલે મયુરસિંહના ગામમાં રહેતા મિત્રો તેમજ કુટુંબીજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો આભાસ થયો હતો. મયુરસિંહના મોતથી પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગામમાં સન્નાટો પ્રસરી ગયો.

ભાદરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ: આ બનાવ અંગે ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. આ બનાવથી ભાદરવા ગામ સહિત આસપાસના ગામોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સમગ્ર ગામમાં શોકનો માહોલ પણ છવાઈ ગયો હતો.

  1. જૂનાગઢના નિષ્ઠાવાન ભાડુઆત, કરોડોની કિંમતની મિલકત એક સેકન્ડમાં મૂળ માલિકને પરત કરી - Junagadh News
  2. લોકસભા ચૂંટણી 2024 માટે વૃદ્ધો અને દિવ્યાંગોનું મતદાન, નવસારીમાં મતદાન અંગે જાણો - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.