ETV Bharat / state

સુરતના યુવાને મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર, લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર - PM narendra modi fan car - PM NARENDRA MODI FAN CAR

આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના અનેક ચાહકો છે જેઓ પોતપોતાની રીતે પોતાની લાગણી દર્શાવતા હોય છે પરંતુ સુરતમાં રહેતા સિદ્ધાર્થ દોશી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલી હદે પ્રભાવિત છે કે પોતાની કરોડો રૂપિયાની ગાડી ઉપર 'મેં ભી મોદી કા પરિવાર' સહિત અનેક સ્લોગન ડિઝાઇન કરાવ્યાં છે.

મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર
મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 9:02 PM IST

સુરતના યુવાને મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર (Etv Bharat Gujarat)

સુરત: હાલ લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતમાં રહેતા તેમના એક ચાહક અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે તેઓએ પોતાની કરોડો રૂપિયાની ગાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસ્વીર તેમના સ્લોગન સાથોસાથ તેમની યોજનાઓ અંગે ખાસ ડિઝાઇન તૈયાર કરાવી છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્ય છે. જે તિરંગા રંગમાં છે અને તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે.

મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર
મોદી સરકારની સિદ્ધીઓનાં રંગે રંગી કરોડોની કાર (Etv bharat Gujarat)

કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો: લોકો જ્યારે ધ્યાનથી જોશે ત્યારે કાર ઉપર કરાયેલ ડિઝાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370, જી 20નું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આમ તો સિદ્ધાર્થ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે તેઓ તેમની માટે કંઈક અલગ કરવા માંગે છે હાલ લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેઓએ આ ખાસ ડિઝાઇન કાર માટે તૈયાર કરાવી છે જેથી જ્યારે પણ તેઓ રસ્તા પરથી પસાર થાય ત્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ વાંચી શકે.

અન્ય રાજ્યમાં કાર લઈ જવાની ઈચ્છા: આ અંગે સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાહક છું. તેઓએ દેશ માટે અનેક કામો કર્યા છે, તેઓ મારી માટે પ્રેરણા ના સ્ત્રોત છે આજ કારણ છે કે મારી કારને આ ખાસ ડિઝાઇન આપીને તેમની દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ ગાડી હું સુરતમાં ચલાવી રહ્યો છું જ્યારે અહીં ચૂંટણી પૂર્ણ થશે તો હું અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈને જઈશ.

  1. સુરત સિવાય ભારતના અન્ય શહેરોમાં પણ ભાજપે ફળ અને શાકભાજી વિક્રેતાઓને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર - Loksabha Electioin 2024
  2. ચૂંટણી ગરબાની ધૂમ, સુરતના યુવાઓની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.