ETV Bharat / state

પોરબંદરમાં મસ્જિદ અને સોસાયટી વચ્ચે દિવાલ બનાવાઈ, 283 પોલીસ જવાનો રહ્યાં તૈનાત - PORBANDAR POLICE

પોરબંદરમાં મસ્જીદ અને સોસાયટી વચ્ચે દિવાલ બનાવવામાં આવી હતી. આ દિવાલ બનાવવાની કામગીરી સમયે પોરબંદર પોલીસના 283 જેટલાં પોલીસકર્મીઓ તૈનાત રહ્યાં હતાં.

પોરબંદરમાં મસ્જિદ અને સોસાયટી વચ્ચે દિવાલ બનાવાઈ
પોરબંદરમાં મસ્જિદ અને સોસાયટી વચ્ચે દિવાલ બનાવાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2024, 8:24 PM IST

પોરબંદર: પોરબંદર વિસ્તારમાં એવી આફવા ફેલાઈ હતી કે શહેરના કેટલાક ધાર્મિક સ્થળો તેમજ અન્ય કેટલાક દબાણો હટાવવાની કામગીરી માટે શહેરમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને કેટલાક લોકોએ અફવાઓમાં આવી આટાફેરા કરવાના પણ શરૂ કર્યા હતા. પરંતુ આ બધી અફવાઓની સ્પષ્ટતા બાબતે પોરબંદર પોલીસના અધિકારી ઋતુ રાબાએ પત્રકાર પરિષદ યોજીને હકીકત જણાવી હતી.

ડીવાય એસપી ૠતુ રાબા એ જણાવ્યું હતું કે પોરબંદર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ નગર સોસાયટીમાં હઝરત જુનાબશાહ પીરની મસ્જિદ અને સોસાયટી વચ્ચે દિવાલ બનાવવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, સવારે 4 કલાકથી બપોરે 2 વાગ્યા સુધીમાં દીવાલનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં મસ્જિદ અને સોસાયટી વચ્ચે દિવાલ બનાવાઈ (Etv Bharat Gujarat)

મહત્વપૂર્ણ છે કે, આજથી ત્રણ વર્ષ પહેલા દીવાલ બનાવવાના મુદ્દે લોકો એકઠા થયા હતા. તે સમયે લોકો માં ઊહાપોહ મચી ગયો હતો અને ફરી સોસાયટીના લોકોએ દિવાલ બનાવવા જતા અને સોસાયટીના રહીશોએ પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. જેને ધ્યાને રાખી પોરબંદર શહેરી વિસ્તારમાં 283 પોલીસ જવાનોનો બંદોબસ્ત કરી કીર્તિ મંદિર અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો હતો.

પારસ નગર સોસાયટીમાં ધાર્મિક સ્થળ પારસ નગર સોસાયટી વચ્ચે શનિવારની વહેલી સવારે ચાર વાગ્યથી દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બપોરના બે વાગ્યા સુધી આ કામગીરી પૂર્ણ થઈ હતી.

  1. પોરબંદરના કુખ્યાત ભીમા દુલાના પુત્ર અને પુત્ર વધુ સામે પણ ફરિયાદ, જાણો શું છે મામલો
  2. પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા સહિત ચારની કરી ધરપકડ!, જાણો શું છે સમગ્ર મામલો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.