ETV Bharat / state

ભાવનગર-સોમનાથ સ્ટેટ હાઈવે પર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો

અમરેલી જિલ્લાના જાફરાબાદ રાજુલા વિસ્તારમાં આવેલ નાગેશ્રી પાસે આવેલ હાઇવે પર સિંહ લટાર મારતા વીડિયો વાયરલ થયો છે.

ભાવનગર-સોમનાથ સ્ટેટ હાઈવે પર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો
ભાવનગર-સોમનાથ સ્ટેટ હાઈવે પર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 4:59 PM IST

અમરેલી: ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને વન્ય પ્રાણીઓ રાત્રિના સમયે શિકારની શોધમાં જંગલ છોડી અને ગ્રામીણ વિસ્તારમાં આવતા હોય છે. અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આજે વધુ એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પાસે આવેલા સ્ટેટ હાઇવે ઉપર રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલ 2 સિંહનો વીડિયો રાત્રીના સમયે એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાત્રિના સમયે સિંહો શિકાર પર નીકળે છે: અમરેલીના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે અને ગામડા બાદ હવે અમરેલી જિલ્લાના રાજુલા તેમજ જાફરાબાદ કોસ્ટલ બેલેટના ગામડા સુધી પહોંચ્યા છે. તેની સાથે જ ભૂતકાળમાં અમરેલી જિલ્લા અને વિશ્વમાં સૌથી મોટી કહેવાતા પીપાવા પોટ વિસ્તારની અંદર પણ રાત્રિના સમયે સિંહ શિકારની શોધમાં નીકળતા હોય છે. ત્યારે રાત્રિના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર પણ લટાર મારતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેની સાથે જ ભૂતકાળમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની અંદર લટાર મારતા સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ભાવનગર-સોમનાથ સ્ટેટ હાઈવે પર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો (Etv Bharat Gujarat)

સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો: ગીર પૂર્વ ધારી ડિવિઝનના DSF રાજદીપસિંહ જણાવ્યું કે, રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન જો વન્ય પશુ-પક્ષી ગ્રામીણ વિસ્તારની અંદર દેખાય તો નજીકના વન વિભાગના અધિકારી અને કર્મચારીને જાણ કરવી. તેમજ કોઈપણ વ્યક્તિ હોય એ જંગલ તેમજ અન્ય જંગલ ઝાડી ઝાંખરા વિસ્તારની અંદરથી પસાર થતા સમયે કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિકનો ઘન કચરો ન નાખવો. તેની સાથે જ વન્ય પશુ-પક્ષીઓને કોઈપણ પ્રકારનો ખોરાક ન નાખવા અપીલ કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાનો આ વધુ એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થયો છે. આ સાથે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો:

  1. રાષ્ટ્રીય એકતા દિવસ 2024: કેવડિયા ખાતે દેશની સુરક્ષા દળો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજનઃ Video
  2. પાટણનું પ્રગતિ મેદાન બન્યું ફટાકડા રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર: ફટાકડા ખરીદવા લોકોની લાંબી લાઇન...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.