જામનગરઃ આજે ભારતની આઝાદીના 78 માં સ્વાતંત્ર પર્વની દરેક નાગરિકોએ અલગ અલગ રીતે ઉજવણી કરી છે, ત્યારે જામનગર શહેરના લાલબંગલા, ટાઉનહોલ સર્કલ થઈને ડીકેવી સર્કલ સુધીના વિસ્તારમાં જુદી જુદી અને રંગબેરંગી રાજાશાહી સમયની એક અનોખી વિન્ટેજ રેલી રાષ્ટ્રીય ધ્વજ વિન્ટેજ મોટર કારોમાં લગાવેલ હોય અને નીકળી હતી તે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મુખ્ય માર્ગો પર વિન્ટેજ કારની આ રેલી ફરી વળી હતી.
જામનગરમાં અન્ય સ્થળો પર પણ ઉજવાયો સ્વાતંત્ર્ય પર્વ
જામનગર શહેરમાં આજરોજ વિવિધ ઓફિસો અને કાર્યાલયોમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું જામનગરમાં મહાનગરપાલિકાના મેયર હસ્તે લાલવાડી વિસ્તારમાં આવેલી શાળા નંબર એકમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો જામજોધપુરમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર અને જિલ્લા પોલીસવાળા હાજર રહ્યા હતા.
જામનગર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌનું ધ્યાન વિન્ટેજ કાર માં નીકળેલ તિરંગા યાત્રાએ ખેંચ્યું હતું.