ETV Bharat / state

આદ્યશક્તિની ભક્તિ સાથે દેશ ભક્તિ, ઉપલેટામાં 45 વર્ષથી રમાય છે "કાળી દાંડીનો ડમરો" - NAVRATRI 2024

ઉપલેટામાં 4 દાયકાથી ચાલતી નવયુગ ગરબી મંડળમાં ભક્તિ અને દેશભક્તિના રાસ ગરબાઓ જોવા મળે છે. જેમાં "કાળી દાંડીનો ડમરો" રાસ જોવા લોકો ઉમટી પડે છે.

ઉપલેટામાં 4 દાયકાથી ચાલતી નવયુગ ગરબીમાં બાળાઓ વિશેષ રાસ રજૂ કરે છે
ઉપલેટામાં 4 દાયકાથી ચાલતી નવયુગ ગરબીમાં બાળાઓ વિશેષ રાસ રજૂ કરે છે (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2024, 11:23 AM IST

રાજકોટ: ઉપલેટા શહેરના નવયુગ ચોકમાં છેલ્લા 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબી મંડળ એકમાત્ર એવી ગરબી છે કે જ્યાં માતાજીની આરાધના સાધનાની સાથે-સાથે ભક્તિ તેમજ દેશભક્તિ સાથે નાના ભૂલકાઓનો વેશભૂષાનો વિશેષ રાસ આસપાસના પંથકના કલાપ્રેમી અને ધર્મપ્રેમી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

આ ગરબીમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડે છે. જેમાં આ ગરબીનો ખાસ રાસ એટલે કે “કાળી દાંડીનો ડમરો” રાસ જોવા માટે આસપાસના પંથકના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. માતાજીની શક્તિના સાક્ષાત્કાર દર્શન કરતાં પણ નજરે પડે છે.

ઉપલેટામાં 4 દાયકાથી ચાલતી નવયુગ ગરબીમાં બાળાઓ વિશેષ રાસ રજૂ કરે છે (etv bharat gujarat)

ઉપલેટામાં 45 વર્ષથી યોજાય છે ગરબી: ઉપલેટા શહેરમાં છેલ્લા 45 વર્ષથી યોજવામાં આવતી આ ગરબીમાં ભાગ લેતી બાળાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી કે કોઈ પણ પ્રકારની ભેટ માંગવામાં આવતી નથી. ઉપરાંત આ ગરબીમાં ભાગ લેતી બાળાઓને શૃંગાર, શણગાર તેમજ રાસ ગરબામાં પહેરવામાં આવતા પરંપરાગત કપડાઓ પણ ગરબીના આયોજકો દ્વારા આપવામાં આવે છે. એટલે કે, ગરબીમાં ભાગ લેતી બાળાઓને કપડાં કે શૃંગારનો ખર્ચ કરવો પડતો નથી. જેથી આ ગરબીનું મહત્વ આસપાસના વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહી દરરોજ અલગ-અલગ પહેરવેશ અને બાળાઓ માટેના તમામ શૃંગારની પૂરતી વ્યવસ્થા ગરબીના આયોજકો દ્વારા કરવામાં આવે છે.

ઉપલેટામાં 4 દાયકાથી ચાલતી નવયુગ ગરબીમાં બાળાઓ વિશેષ રાસ રજૂ કરે છે
ઉપલેટામાં 4 દાયકાથી ચાલતી નવયુગ ગરબીમાં બાળાઓ વિશેષ રાસ રજૂ કરે છે (etv bharat gujarat)

ગરબીમાંં ગાયક કલાકારો ગરબા ગાય છે: આ ગરબીની અંદર અત્યાધુનિક મ્યુઝિકના સંસાધનો નહીં. પરંતુ પરંપરાગત ગરબીઓમાં વપરાતા વાજિંત્ર, પેટી, તબલા, ઢોલ, મંજીરા સાથે માતાજીની સાધના કરવામાં આવે છે. આ સાથે ગાયક કલાકારો દ્વારા ગરબાઓ ગાવામાં આવે છે અને માતાજીની આરાધના કરી આ ગરબીની બાળાઓને પ્રાચીન રાસ રમાડવામાં આવે છે. આ ગરબીની અંદર નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ છેલ્લા 45 વર્ષથી સ્વેચ્છાએ સેવા આપી આ ગરબીમાં પોતાના તન, મન, ધનથી માતાજીની સાધના અને ભક્તિ કરી ગરબીનું સુંદર આયોજન કરે છે.

બાળકો વેશભૂષા ધારણ કરીને રાસ રમે છે: ઉપલેટા શહેરમાં છેલ્લા 4 દાયકા કરતાં પણ વધારે સમયથી ચાલતી નવયુગ ગરબી મંડળની અંદર માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે. ઉપરાંત બાળકો દ્વારા દેશ ભક્તિનો વિશેષ રાસ રજૂ કરવામાં આવે છે અને સાથે જ નાના-નાના ભૂલકાઓ દ્વારા અલગ-અલગ વેશ ધારણ કરીને વેશભૂષાનો એક રાસ રજૂ કરવામાં આવે છે.

"કાળી દાંડીના ડમરો" રાસ જોવા લોકો ઉમટે છે: આ ગરબીની અંદર વિશેષ રૂપે રમવામાં આવતા રાસ એવા “કાળી દાંડીના ડમરો” રાસને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ જાય છે અને આ રાસની અંદર રાસ પૂર્ણ થયા બાદ અસૂરી શક્તિનો માતાજી દ્વારા વિનાશ કરવામાં આવતો હોય તેવો પણ એક રાસ રજૂ કરવામાં આવે છે. જેથી આ રાસ રજૂ થાય છે ત્યારે લોકો માતાજીના સાક્ષાત દર્શન કરતા પણ નજરે પડે છે.

આ પણ વાંચો:

  1. કેમ પુરૂષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અમદાવાદમાં અહીં ઘુમે છે ગરબે? જાણો સદુમાતાની પોળની આ પરંપરા
  2. દેશી ગરબાનો દબદબો, આજે પણ બનાસકાંઠાના સરહદી પંથકમાં રમાઈ છે પરંપરાગત દેશી ગરબા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.