જામનગર: જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને મુ.હર્ષદપુર અને હાલ ગોકુલદર્શન સોસાયટીના રહેવાસી રાજેશ પરષોતમ પટોડીયા નામના વ્યક્તિએ સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો જે ચેક સોસાયટીએ બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો. જેના પગલે સોસાયટીના વકીલ દ્વારા કાયદાકીય નોટિસ આપવામાં આવી હતી. તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોવાથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - ૧૩૮ અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયા હતો.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો અને આરોપીને ૯ માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ ૧૨,૯,૫૮૨ રૂપિયાનો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઇસ્યૂ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગર જીલ્લાના પોલીસ વડાને મોકલવાનો હુકમ કરવામાં આવ્યો.