મોરબી: મૂળ દાહોદના વતની અને હાલ સજનપર ગામે વાડીએ રહીને મજુરી કરતા જયેશકુમાર પારસિંગ ભાભોરે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ગત તારિખ ૨૭ જુનના રોજ રાત્રીના ફરિયાદી જયેશ, તેની પત્ની સરોજ, દીકરો યુવરાજ અને નાના ભાઈ રમેશ, તેની પત્ની સીનું સહિતના સીએનજી રીક્ષામાં બેસી સજનપર ગામે જતા હતા. એવામાં ઘુનડા ગામની બહાર આવેલ તબેલાથી થોડે આગળ પહોંચતા એક ડમ્પર ફૂલ સ્પીડમાં આવી રિક્ષાને ઠોકર મારી હતી રીક્ષા ડમ્પર સાથે અથડાતા ડમ્પરની એન્ગલ દીકરા યુવરાજના માથાના ભાગે વાગી હતી. ફરિયાદીના પત્નીને પણ પગમાં ઈજા પહોંચી હતી તેમજ રીક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
બાળકનું માથું ફાટી જતા મૃત્યુ: જ્યાં દીકરા યુવરાજનં માથું ફાડી નાખી ગંભીર ઈજા પહોંચાડતા તેનું મોત થયું હતું જયારે પત્ની અને રીક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ પી એસ આઈ પી એસ સેડા ચલાવી રહ્યા છે.