અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ હંમેશા સર્તક અને ફરજપુર્વક તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તકેદારી રાખે છે.અમેરિકાથી 3.50 કરોડનું હાઇબ્રીડ અને લિક્વિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પાર્સલ ડિલિવર થાય તે પહેલા ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની પૂછપરછ કરીને કડી મેળવી હતી. 58 શંકાસ્પદ પાર્સલમાંથી હાઈબ્રીડ અને લિકવિડ ગાંજો ઝડપાયો. અમદાવાદ શહેરની ડોગ સ્કોડ દ્વારા પાર્સલ ની તપાસ કરવામાં આવી હતી.
સંયુક્ત ટીમ દ્વારા 11 કિલો ગાંજાનો જપ્ત: બંને એજન્સીઓ દ્વારા નિયમિત દેખરેખ દરમ્યાન એક ઈનપુટ મળ્યુ હતુ કે, પેડલર્સ સરહદ પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્કવેબ અને અન્ય સોશિયલ મીડીયા ઉપયોગ કરે છે. જેથી તુરત જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ સંયુક્ત ટીમ સેટઅપ કરવામાં આવેલ અને આ ટીમ દ્રારા સફળતાપુર્વક ઘણા કુરિયર પાર્સલને અટકાવવામાં આવ્યા હતા.
58 શંકાસ્પદ પાર્સલો જપ્ત કરાયા: શંકાસ્પદ કુરીયરોની અમદાવાદ શહેર ડૉગ સ્કવોડ દ્વારા તપાસ કરતાં કુલ 58 શંકાસ્પદ પાર્સલ મળી આવેલા હતા. જેમાં વગર પાસ પરમીટનો બિન-અધિકૃત ગાંજાનો 11 કિલો જથ્થો મળી આવ્યો હતો. 601 ગ્રામ ગાંજાના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.3,48,03 000 /- તથા O.P.M.S. GOLD liquidKROTOM EXTRACT 8.8 ML શીશી નંગ-60ની કિંમત રૂ.72000 /- મળી કુલ કિંમત રૂ. 3,48,75,000 જેટલી કિંમત થાય છે.
માદક દ્રવ્યોને છુપાવવાની નવી મોડસ ઓપરેંડી: સંયુક્ત ટીમ દ્વારા 3.50 કરોડનો હાઇબ્રીડ અને લિક્વિડ ગાંજાના જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ, ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191011240128/2024 એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8 (C), 20 (B), 23, 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડી જેમાં માદક દ્રવ્યોને અલગ અલગ રમકડાઓ,બેબી ડાયપર, આઉટલેટ પ્લગ્સ,ટીથર ટોય્સ, રમકડાના જેટ વિમાન, ટ્રક, રમકડાની ટુલ કીટ, સ્પાઈડર મેન બોલ, સ્ટોરી બુક, ફોટોફ્રેમ, ચોકલેટ, જેન્ટ્સ જેકેટ, લેડીઝ ડ્રેસ, GINO'S PIZZA. લંચબોક્ષ, વિટામીન કેન્ડી, સ્પીકર, એન્ટીક બેંગ વગેરેમાંથી મળી આવેલ છે. થોડા રીસીવરોની ઓળખ કરવામાં આવી છે અને અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.