વડોદરા: લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઈ હતી. જેમાં સભાના સ્ટેજ ઉપર ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા CMનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલએ જાહેર સભા સંબોધવાનું શરૂ કર્યું. જેમાં તેમણે જય શ્રીરામના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પહેલીવાર દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે, ત્રીજી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 400 પાર સાથે બેસાડવા જઇ રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે અને દુનિયામાં ગૌરવ વધ્યું છે. દેશ વિકાસ તરફ વધી રહ્યો છે. આ વખતે આર્થિક તાકાત આપણે ત્રીજા નંબરે લઇ જવાની છે.
એકમાત્ર મોદીની ગેરંટી ચાલે છે: વધુમાં કહ્યું કે, ગેરંટીની વાત આવે એટલે એકમાત્ર મોદી સાહેબની ગેરંટી ચાલે છે. તમામ માટે ગેરંટર રૂપ બની નરેન્દ્ર મોદીએ નાના માણસો રાત્રે શાંતિથી સુઈ શકે છે. દુનિયાની સૌથી મોટી યોજના આયુષ્યમાન યોજના, ગેરંટી કાર્ડ આપ્યું છે. ગુજરાતમાં 10 લાખ સુધીની વ્યવસ્થા કરી છે. 10 વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદી બહુ મોટો બદલાવ લાવ્યા છે. પરિવારજનોને રહેવા માટે ઘર, દવા માટે મા કાર્ડ, જેવા અનેક લાભો પ્રજાને આપ્યા છે. એટલુ જ નહીં પરંતુ જ્યારે બે દેશો વચ્ચે યુધ્ધ ચાલુ ત્યારે તે દેશોમાંથી ભણતાં વિધાથીઓને ચાલુ યુદ્ધે ભારત પરત લાવવા જેવી કપરી પરિસ્થિતિમાંથી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ઇન્ડિયા પરત લાવ્યા હતા. જે પણ એક સારી કામગીરી સમગ્ર દેશમાં પ્રસરી હતી.
કાર્યકર્તાઓ અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત: આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વડોદરાના ધારાસભ્ય, કલેક્ટર, ભાજપના આગેવાનો અને પાર્ટી કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ વખતે 400 પાર જીત હાંસલ કરવાનો સંકલ્પ ભાજપ સિદ્ધ કરી બતાવશે.એવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું અને સૌ કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.