ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના રંગઉપવન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં જાહેર સભા આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતુ કે, દેશની મોદી સરકાર સમગ્ર દેશમાં જનજનનો આવાજ બની છે. ઉપસ્થિત સૌને અપીલ કરતા મુખ્યમંત્ર શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ત્રીજી વખત દેશના વડા પ્રધાન બનાવવાના આશિર્વાદ સાથે આપણે ભાજપને 400 પ્લસ આપીને નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ કરવાનો છે.
PM સ્વનીધી યોજના: દેશની મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં અવિરત વિકાસ કર્યો છે. છેવાડાનો માનવી આગળ વધે તે માટે નરેન્દ્રભાઇ મોદી હમેશાં સતત પ્રયત્નશીલ રહે છે. PM સ્વનીધી યોજના અંતર્ગત ધંધા રોજગાર શરૂ કરવા માટે બેંન્કમાંથી લોન લેનાર ગરીબ લોકોના ગેરેન્ટર મોદી બન્યા છે. દરેક સરકારી યોજનાઓ ગરીબ માણસોને ઉપયોગી થાય નાના માણસો આગળ આવે અને દેશ વિકસીત ભારત તરફ આગળ વધે તે માટે શ્રી નરેન્દ્રભાઇ મોદી સતત કાર્યશીલ રહ્યા છે. શ્રી નરેદ્રભાઇ મોદીનો ગેરેન્ટી વાળો રથ ગામે ગામ ફરીને સરકારી યોજનાઓના લાભ ધરે ધરે આપવામાં આવ્યો હતો. જેના કારણે દરેક લોકોમાં સમૃધ્ધિ વઘી છે. તેમ ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતુ.

હર ધર જલ: મોદી સરકારની ગેરેન્ટીં એટલે સંકલ્પથી સિધ્ધી, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃધ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મ સન્માન અને માદી સાહેબની ગેરેન્ટી અટલે ગેંરેન્ટી પુરી થવાની ગેરેન્ટી, દુનીયામાં સૌથી વધારે સન્માન મોદીએ ભારત દેશને અપાવ્યું છે. મોદીએ હર ધર જલ ની ગેરેન્ટી આપી છે. જેમાં ડાંગ જિલ્લાના 280 ગામડાઓમાં તાપી આધારીત પાણી પુરુ પાડવા માટે 866 કરોડની યોજના મંજુર કરવામાં આવી છે. કેન્દ્રમાં શ્રી મોદીનો હાથ મજબુત કરવા, ભારતને ત્રીજી સૌથી મોટી આર્થીક તાકાત બનાવવા, રોકાણ અને નોકરીની તકો સતત વધારવા, દેશના દુશમનોમાં ડર કાયમ રાખવા, ભારતમાં ઝડપથી આર્થીક વિકાસ થતો રહે તે માટે ભાજપ સરકાર જરૂરી છે તેમ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વઘુમાં જણાવ્યું હતુ. ગુજરાતના આદિવાસીઓ માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે. ભાજપ સરકારે આદિવાસીઓના અધિકાર છિનવવા નહી પણ આદિવાસીઓને અધિકાર આપવાનું કામ કર્યું છે. ભાજપ સરકારે આદિવાસીઓને જંગલ જમીનનો હક્ક આપ્યા છે. આજે આદિવાસીઓના વિધ્યાર્થીઓ ડોક્ટર, પાયલટ, એન્જિનીયર બની શકે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવી છે. દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત ડાંગ જિલ્લાથીમાંથી કરી હતી જેના કારણે આજે ચોવીસ કલાક વિજળી મળી રહી છે. એવા પ્રચાર સાથે ઉપસ્થિત લોકોના દિલમાં જગ્યા બનાવી.

80 કરોડ લોકોને મફત અનાજ: વલસાડ-ડાંગ બેઠકનાં ઉમેદવાર ધવલભાઇ પટેલે જણાવ્યું હતુ કે, મોદી સાહેબે ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો જેવી અનેક યોજનાઓનો લાભ ગરીબ લોકોને આપ્યો છે. આ સાથે જ વર્ષ 2029 સુધી દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવનાર છે. ત્યારે સૌ લોકોએ મોદી સાહેબના હાથ મજબુત કરવા જરૂરી છે. એ વિચારો વલસાડ-ડાંગ બેઠકનાં ઉમેદવાર ધવલભાઇ પટેલે લોકો સમક્ષ રજુ કર્યા હતા.
જાણો કોણ કોણ રહ્યુ હાજર: આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ, ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી, રાજ્યના આદિજાતી મંત્રી કુંવરજીભાઇ હળપતી, વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલ, વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલભાઇ પટેલ, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઇ ગાવિત સહિત સંગઠનના મંત્રીઓ, સભ્યઓ, સ્થાનિક પધાધિકારીઓ, રાજવીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.