તાપી: તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશમાં જઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અનામત બાબતે નિવેદન અપાયું હોવાના આક્ષેપ સાથે ભાજપ દ્વારા પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદ પ્રભુ વસાવા સહિત જિલ્લાના ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
ભાજપ અનામતને નાબૂત નહીં થવા દે: રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામત મામલાના નિવેદન પર વિવિધ આક્ષેપ સાથે ભાજપ તેનો વિરોધ કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં આજે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે, "ભાજપ એ અનામત પર કોઈની પણ નજર નહીં પડવા દે અને નાબૂદ નહીં થવા દે."
ભાજપના હોદ્દેદારો દ્વારા રાહુલ ગાંધીના અનામત બાબતે રાહુલ ગાંધી વિરુદ્ધમાં પ્લે કાર્ડ લઈ 'રાહુલ ગાંધી હાય હાય'ના નારા બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા. ધારાસભ્યો અને સાંસદ સહિત માજી કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીના નિવેદનને વખોડી નાખ્યો: આ આમલે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં છે ત્યાં સુધી કોઈ પણ રીતે અનામત ઉપર કોઈને નજર પણ અમે નાખવા નય દઈએ. એ પ્રકારની ખાતરી નરેન્દ્ર મોદીએ આપી છે અને જ્યારે રાહુલ ગાંધી વિદેશની ધરતી પર આવનારા દિવસોમાં અનામત દૂર થવી જોઈએ એવી વાત કરીને જે અમારા ગરીબો ST, SC કે OBC આજે પણ કેટલાક વિસ્તારમાં સારૂં શિક્ષણ લઈ રહ્યા છે. અને શિક્ષણના આધારે તેઓ નોકરી પણ મેળવી રહ્યા છે અને આર્થિક રીતે આગળ વધી રહ્યા છે. આવા સમયે જ્યારે અનામતની વાત આવે ત્યારે અમે સખદ શબ્દોમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને વખોડી કાઢયો છે.'
આ પણ વાંચો: