ભાવનગર: સૌરાષ્ટ્રની સંસ્કૃતિ એટલે લોકસાહિત્ય અને લોકગીતો છે. આપણી ભાતીગળ સનાકૃતિના શબ્દોના મર્મને સમજવા થોડા કઠિન આજની પેઢી માટે જરૂર છે. ત્યારે યુનિવર્સીટીના શિક્ષણ વિભાગ દ્વારા લોકસાહિત્ય, લોકગીતોના સંશોધન માટેનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં લાગણીઓના ભવાર્થને સમજવા વિજ્ઞાનના ક્ષેત્રના પ્રોફેસરને ખાસ આમંત્રિત કરાયા હતા.
લોક સાહિત્ય અને સંશોધન ઉપર કાર્યક્રમ: ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં લોક સાહિત્ય અને સંશોધન ઉપર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસાહિત્યના ગીતો ઉપર સંશોધન કરી શકાય તે માટે સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજના હેડ ભારતસિંહ ગોહિલને ખાસ આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને લોકસાહિત્યનો આનંદ માણીને તેના મર્મનું પણ જ્ઞાન સંશોધન સાથે મેળવ્યું હતું.
સૌરાષ્ટ્રના લોકસાહિત્ય ગીતોની સમજ સંશોધનથી: શિક્ષણ વિભાગમાં યોજાયેલા કાર્યક્રમને પગલે વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સપનાકુમારીએ જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ સંશોધન અને સાહિત્ય ઉપર હતો. મને પણ આજે એક તક મળી છે. લોકગીત અને લોકસાહિત્યના સંશોધન ઉપર સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ખાસ સૌરાષ્ટ્રના લોકગીતો અને જે સાહિત્ય છે તેના ઉપર સંશોધન કાર્યક્રમમાં ભરતસિંહ ગોહિલજીએ ગીતાના શ્લોક ગીતો દ્વારા સમજાવ્યા હતા. શિક્ષામાં સંશોધનનું શું મહત્વ છે તે જોઈએ તો સત્ય એ સંશોધન છે.
કાર્યક્રમ પાછળ મુખ્ય હેતુ: યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં યોજાયેલા વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના હેડ જગદીપ સોનવણીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે લોકસાહિત્ય એ લાગણીનું ક્ષેત્ર છે જ્યારે સંશોધન એ વિજ્ઞાન એટલે કે સત્યનું ક્ષેત્ર છે. નૃવન શાસ્ત્ર પર અમે કામ કરીએ છીએ.લાગણી અને હકીકત બે ક્ષેત્ર ભેગું થાય તેવું કામ કર્યું છે. સરકાર પણ આજના સમયમાં આ પ્રકારે ઈચ્છે છે.
સંશોધન કાર્યક્રમમાં કરનાર ભારતસિંહ ગોહિલે શુ કહ્યું:
લોકસાહિત્ય અને સંશોધન એટલે કે લોકસાહિત્ય એ ગીતો છે અને એક લાગણીનો પ્રકાર છે. પરંતુ તેનું જો સંશોધન કરવામાં આવે તો લોકસાહિત્યમાં રહેલા શબ્દો રચનાઓ વિશે હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ ખૂબ ઓછો થતો હોય છે. સાયન્સ કોલેજના હેડ ભારતસિંહ ગોહિલે કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યના ગીતો વિશે સંશોધન કરીને તેનો મર્મ સમજાવ્યો હતો. ભારતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકોનું જીવન સુંદર શા માટે છે તો આ બધા ગીતોનું પ્રદાન કારણ છે. આજના સમયમાં કોઈને કોઈ ટ્રેસમાં રહેતો હોય છે. કાર્યભાર નીચે જીવે છે ત્યારે લોકગીત અને સંગીત તેમાંથી હળવાશ આપે છે. લોકગીતો છે એ લોકોના જીવનમાંથી પ્રગટેલા ગીતો છે તેને જો સમજાવવામાં આવે તેના મર્મને તો એમ થાય "હે આવું છે" આપણા રાગમાં પણ રસ હોય છે. હું વિજ્ઞાનનો માણસ છું પણ તેનું સંશોધન મેં આજે કર્યું છે. રોગો દૂર થઈ શકે છે તેમજ સંગીતથી ઘણા ફાયદા થાય છે.