બનાસકાંઠા: જિલ્લાના પાલનપુરમાં ઈદ-એ-મિલાદુન્ન નબીના તહેવાર નિમિત્તે ઝુલુસ નીકાળવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઇદ-એ-મિલાદ કે ઇદ-એ-મિલાદુન્ન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે.
આ દિવસે પયગંબર હઝરત મુહમ્મદનો જન્મ: એવું માનવામાં આવે છે કે, આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદનો જન્મ થયો હતો. મુસ્લિમ બિરાદરો આજના દિવસે ઝૂલુસ કાઢીને તહેવારની ઉજવણી કરે છે અને ઈદ-એ-મિલાદના દિવસે ઈસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં નમાઝ અદા કરે છે. હઝરત મુહમ્મદના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે.
આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વપૂર્ણ: બારાવફાત અથવા જેને ઈદ-મિલાદ-ઉન-નબી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ છે. ઇદ-એ-મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12 રબી-અલ-અવ્વલ પર ઉજવવામાં આવે છે. ત્યારે આજે પાલનપુર શહેરમાં અંબર સોસાયટીમાં આવેલી ફૈઝાને હસ્નેન મસ્જિદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ-એ મિલાદુન્ન નબીના તહેવાર નિમિત્તે ઝૂલુસ નીકળવામાં આવ્યું હતું. આ ઝૂલુસ પહેલા સોસાયટીમાં ફર્યા બાદ નિર્ધારિત કરેલા રૂટ પર નીકળ્યું હતું.
ઝૂલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા: પાલનપુરમાં નીકળેલા ઝૂલુસમાં મુસ્લિમ બિરાદરો મરહબા મરહબાના નારા લગાવી ઝૂમતા જોવા મળ્યા હતા. આ ઝૂલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સાથે મસ્જિદોમાં પઢતા બાળકો પણ ઝંડા લઈને આ ઝૂલુસમાં જોડાયા હતા, મુસ્લિમ બિરાદરો પયગંબરની નાત પઢતા પઢતા સોનબાગ, મુર્ષદ બાવાની દરગાહ પાસેથી ઝૂલુસ વિદ્યામંદિર સ્કુલ પાસે પહોચ્યું હતું. જ્યાં બયાન બાદ સલામ પઢવામાં આવી હતી. જે બાદ નિયાઝ તકસીમ કરી દેશના અમન ચેન માટે દુઆઓ કરાઈ હતી.
આ પણ જાણો: